પાલનપુરની ખાનગી ભુમાં હોસ્પિટલના તબીબે હોમ આઇસોલેશનમાં દર્દીઓને ઇન્જેક્શન અપાતા આરોગ્ય વિભાગએ નોટિસ પાઠવવાની કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે આડેધડ ઇન્જેક્શન ફાળવતા કલેકટરે કોવિડ હોસ્પિટલમાં તપાસના આદેશ આપતા ખાનગી હોસ્પિટલમાં થયેલી ક્ષતિઓ સામે આવી હતી.
રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માંગ વચ્ચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરિયાણી, સુઈગામ તાલુકા હેલ્થ ઓફિસર કેપી દલવાડિયા, ડીસા અર્બન હેલ્થ ઓફિસર ડો.જીનલ પટેલએ કલેકટરની સૂચનાથી ડોક્ટર હાઉસ વિસ્તારની જે હોસ્પિટલ એ દવાનો વધુ જથ્થો મેળવ્યો હતો.
તેની સામે તપાસ આદરતા ભુમાં હોસ્પિટલના સ્ટાફે અને દર્દીના સગાએ હોમ આઇસોલેશનમાં હોવા છતાં જુદી જુદી રીતે 6 ઇન્જેક્શન મેળવી લીધા હતા.
ડો.જીગ્નેશ હરીયાણી જણાવ્યું હતું કેશનિવારે વધુ પડતો ઇન્જેકશનનો જથ્થો દર્દી પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફના સંચાલકો લઈ ગયા હતા જેને લઇ તપાસ કરતાં જે ક્ષતિ સામે આવી છે તેને લઇ પોલીસ કાર્યવાહી ઉપરાંત રજીસ્ટ્રેશન કેમ રદ ના કરવું તેને લઇ નોટિસ પાઠવવા ની કામગીરી કરવામાં આવશે.”
શનિવારના ભારે હોબાળા અને હંગામાના અંતે કેટલાકે ઇન્જેકશનના કાળા બજાર થતાં હોવાની પણ ફરિયાદ કરી હતી જેને લઇ સિવિલ સૂત્રોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગુજરાત સરકારની સરકારી કામગીરી અર્થે CDMO (ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર)ની ઓફિસ આવેલી છે.
જેના ઓફિસર ડૉ. ભરતભાઈ મિસ્ત્રી છે. રેમડેસિવિર ઇન્જેક્શન ગુજરાત સરકાર દ્વારા CDMOને સુપ્રત કરવામાં આવે છે અને કલેકટર બનાસકાંઠાની સીધી દેખરેખ હેઠળ આ ઇંજેક્શનનું વિતરણ કરવામાં આવે છે.

આ વિતરણ વ્યવસ્થામાં બનાસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કોઇપણ અધિકારી કે સંચાલકો દેખરેખ રાખતા નથી. જેથી મેડિકલ કોલેજ કે સિવિલ સ્ટાફ કે સંચાલકો દ્વારા કાળાબજારીની કે કોઈ ગેરવહીવટની વાત આવતી જ નથી.માત્ર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિતરણ થતું હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
From – Banaskantha Update