સેન્દ્રિય ખાતરની ખેતીથી યુવાન ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી

- Advertisement -
Share

બટાકાની ખેતી માટે તેઓ ગૌ મૂત્ર, ગાયનું છાણ, છાશ વડની માટીનો ઉપયોગ કરી જીવામૃત બનાવી તેને સપ્રમાણ પાણી સાથે ભેળવી સારામાં સારાને ઉત્તમ ગુણવત્તાના બટાકાનો પાક લે છે.

 

 

આણંદ: જિલ્લાના (Anand) પેટલાદ તાલુકાના (Petlad) બોરીઆ ગામના યુવા ખેડૂત (farmer) કેતન પટેલે જય વિજ્ઞાન જય કિશાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેતન પટેલે તેમની 40 વીઘા જમીનમાં ઓર્ગેનિક (organic farming) સેન્દ્રિય (Sendriya) પદ્ધતિથી શાકભાજીના રાજા બટાકાની (potato farming) સફળતા પૂર્વક ખેતી કરી સારામાં સારી આવક મેળવી છે. ગાય આધારિત બટાકાની ખેતીથી યુવા ખેડૂત કેતન પટેલને સારો આર્થિક ફાયદો થયો છે.

 

 

બોરીઆ ગામના યુવા ખેડૂત ઘણા વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ બટાકાની ખેતી માટે તેઓ ગૌ મૂત્ર, ગાયનું છાણ, છાશ વડની માટીનો ઉપયોગ કરી જીવામૃત બનાવી તેને સપ્રમાણ પાણી સાથે ભેળવી સારામાં સારાને ઉત્તમ ગુણવત્તાના બટાકાનો પાક લે છે.

ખેડૂત સેન્દ્રિય ખેતીથી સારી ગુણવતા અને શરીરને ફાયદાકારક સ્વાસ્થ્યલક્ષી બટાકાનું ઉત્પાદન કરી શકે છે. સાથે સાથે દરવર્ષ 5થી 6 લાખ રૂપિયા પણ કમાય છે અને જમીનની પણ ફળદ્રુપતા વધે છે.  બોરીઆ ગામના યુવા ખેડૂતના જણાવ્યા પ્રમાણે, તેઓ ઘણા વર્ષોથી ઓર્ગેનિક ગાય આધારિત ખેતી દ્વારા બટાકાનું ઉત્પાદન કરી રહ્યા છે.

 

 

તેઓ બટાકાની ખેતી માટે ગૌ મૂત્ર વડની માટી છાશ ચણાના લોટનું જીવામૃત બનાવી બટાકાની ખેતીમાં ઉપયોગ કરે છે. જેથી સ્વાસ્થ્યલક્ષી બટાકાનું ઉત્પાદન કરી શકે છે.  તેમજ ખાતર તરીકે જીવામૃતનો ઉપયોગ કરતા હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને વર્ષ 5થી 6 લાખ રૂપિયા બટાકાની ખેતીમાં કમાણી થાય છે.

નોંધની છે કે, સેન્દ્રિય ખાતરોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વળી આ ખાતરોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે અને તેમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ ઘણું નીચું અને એકબીજા તત્વ સાથે અસંતુલિત હોય છે. તેમની અવશેષીય અસર વ્યાપક હોય છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!