જિલ્લામાં સામાજિક પ્રસંગોમાં કોરોના ગાઇડલાઇન ભંગ અંગેની ફરીયાદ માટે દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયાં
-
કંટ્રોલ રૂમ પર ફોન કરીને કોઇપણ નાગરિક જાણ કરી શકશે
-
દરેક કચેરીના નામ અને ફોન નંબર જાહેર કરાયા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. દિનપ્રતિદિન વધતા કોરોના સક્રમણના કારણે મોટા ભાગના ગામો સ્વયંભૂ બંઘ પણ પાળી રહ્યાં છે. જ્યારે આગામી સમયમાં લગ્ન કે સામાજીક પ્રસંગોમાં 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા ન થાય તે માટે દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ગાઇડલાઇન પ્રમાણે કોરોના સંક્રમણ અટકાવવા સામાજીક, ધાર્મિક, રાજકીય જાહેર મેળાવડા યોજવા પર પ્રતિબંધ છે. લગ્ન પ્રસંગમાં પણ 50 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન નક્કી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના ગાઇડલાઇનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોઇપણ નાગરિક જાણ કરી શકશે
જિલ્લામાં કોઇપણ જગ્યાએ જાહેર સમારંભ, રાજકીય કાર્યક્રમો, સામાજીક કે ધાર્મિક મેળાવડા યોજાતા હોય અથવા લગ્ન પ્રસંગમાં 50થી વધુ માણસો હોય અને કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો હોય તે અંગેની જાણકારી વહીવટીતંત્રને આપવા માટે દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કોઇપણ નાગરિક જાણ કરી શકે છે.
કચેરીનું નામ અને ફોન નંબર
પાલનપુર 02742-254354, વડગામ 02739-262021, દાંતા 02749-278134, અમીરગઢ 02742-232176, ડીસા 02744-222250, કાંકરેજ 02747-233721, ધાનેરા 02748-222024, દિયોદર 02735-244626, લાખણી 02744-256111, થરાદ 02737-223675, વાવ 02740-227022, સૂઇગામ 9023702565 અને ભાભર 02735-222677 નંબર જાહેર કરવામાં આવ્યાં છે.