એ.સી.બી ની સફળ ટ્રેપથી નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર સામે 5 કરોડથી વધુના ભ્રષ્ટાચારના ગુન્હાનું ઘટસ્ફોટ થયું

- Advertisement -
Share

રાજ્યમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, સરકાર પાસેથી તગડો પગાર મેળવવા છતાં ટેબલ નીચેથી કટકી કરી કરી અને કરોડોની મિલકતો અને રોકડ રકમ એકઠી કરનારનો જ્યારે ભાંડો ફૂટે ત્યારે શું થાય તે આજે વધુ એક વખત રાજ્યના ગોધરામાં સાબિત થયું છે.

 

 

જામનગરના જાણીતા આરટીઆઈ એક્ટીવીસટ કિશોર નથવાણી અને અમદાવાદના વિરલ ગોસ્વામી દ્વારા વર્ષોથી ચાલતી સચોટ રજૂઆતને ધ્યાને લઈને એસીબીએ આ મામલે જામનગર પંચાયત માર્ગ મકાન વિભાગના નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર ચુનીલાલ પારુમાલ ધારસીયાની સામે અપ્રમાણસરની મિલકતનો ગુન્હો નોંધતા લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

 

 

5 કરોડ ઉપરાંત એટલે કે 111.34 %ની અપ્રમાણસર મિલ્કતનો નાયબ કાર્યપાલક ઇજનેર (હાલ નિવૃત), વર્ગ-2, માર્ગ અને મકાન પેટા વિભાગ જામનગર(પંચાયત)ના અધિકારી વિરુદ્ધ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

 

 

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-1988ના સુધારા અધિનીયમ – 2018 અંતર્ગત સરકારી અધિકારી-કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર-જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ – 1988 (સુધારા તા.31.10.2018) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

 

 

 

જેમાં આક્ષેપિત ચુનીલાલ પારૂમલ ધારસીયાણી, નાયબ કાર્યપાલક ઇજનેર (હાલ નિવૃત), વર્ગ-2, માર્ગ અને મકાન પેટા વિભાગ જામનગરનાઓએ રાજય સેવક તરીકે હોદા, વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીક રીતે ભ્રષ્ટ રીતરસમોથી કરોડો રૂપિયાની જમીનો મિલ્કતો અને સાધનો પોતાના તેમજ તેઓના આશ્રીતોના નામે ખરીદ કરેલ હોવા અંગેના આક્ષેપો બાબતની અરજી એસીબીને પુરાવાઓ સાથે આરટીઆઈ એક્ટીવીસટ કિશોર નથવાણી દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

 

પુરાવાઓ સાથેની અરજી બાદ વર્ષોની ઉચ્ચકક્ષાએ કરેલ રજુઆતોના ફળસ્વરૂપ આક્ષેપિત ચુનીલાલ પારૂમલ ધારસીયાણી, નાયબ કાર્યપાલક ઇજનેર (હાલ નિવૃત), વર્ગ-2, માર્ગ અને મકાન પેટા વિભાગ જામનગરનાઓની અપ્રમાણસર મિલ્કતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ અને તેના વિરુધ્ધ પ્રાથમીક તપાસ દરમિયાન આક્ષેપિત ચુનીલાલ પારૂમલ ધારસીયાણી તથા તેમના આશ્રીતોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવેલ. તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર દ્વારા કરવામાં આવેલ.

 

 

 

 

 

અપ્રમાણસર મિલ્કતના કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ તથા સી.બી.આઇ. ગાઇડલાઇન મુજબના એ-બી-સી-ડી પત્રક તથા આવક-ખર્ચ અંગેનુ ગ્રાફીકલ પ્રેઝન્ટેશન તૈયાર કરી, નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવે છે.

 

 

 

આ કેસમાં આક્ષેપિત ચુનીલાલ પારૂમલ ધારસીયાણી, નાયબ કાર્યપાલક ઇજનેર (હાલ નિવૃત), વર્ગ-2, માર્ગ અને મકાન પેટા વિભાગ જામનગરનાઓ વિરૂદ્ધની અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિષયક દસ્તાવેજી માહિતી, આક્ષેપિત તથા તેઓના પત્નીની સ્થાવર/જંગમ મિલકતો સબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ.

 

 

 

જેમાં પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક કુલ આવક રૂ.5,23,41,377/- ની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ અને રોકાણ રૂ.10,71,18,147/- થયેલ છે. જેથી તેઓ દ્વારા કરેલ કુલ રોકાણ/ખર્ચમાંથી મેળવેલ કાયદેસરની કુલ આવક બાદ કરતા રૂ.5,47,76,770/ એટલે કે 111.34 % જેટલી વધુ છે.

 

 

 

ચુનીલાલ દ્વારા ચેક પીરીયડ તા.01.04.2006 થી તા.31.03.2015 સુધીના સમયગાળામાં કુલ રૂા.1,70,43,218/- ની રોકડ રકમ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટોમાં જમા કરાવેલ છે. વધુમાં ચુનીલાલ દ્વારા રોકડ રૂ.4,96,52,490/- પોતાના તથા આશ્રીતોના નામે સ્થાવર/જંગમ મિલ્કત ખરીદી ખર્ચ પેટે અને અન્ય ખર્ચ/વ્યક્તિ/પેઢીને ચુકવણી તથા રસોડા ખર્ચ પેટે ચુકવણી કરેલ છે. ચેક પીરીયડના સમયગાળા દરમિયાન બેંક ખાતાઓમાંથી ઉપાડેલ રોકડ રૂ.2,96,70,539/- છે.

 

 

 

આમ ચુનીલાલ પારૂમલ ધારસીયાણી, નાયબ કાર્યપાલક ઇજનેર (હાલ નિવૃત), વર્ગ-2, માર્ગ અને મકાન પેટા વિભાગ જામનગર(પંચાયત)નાઓ વિરૂદ્ધ એ.સી.બી. દ્વારા સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 1988 (સુધારા કલમ-2018) ની કલમ-13(1) (B) તથા 13(2) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 1988ની કલમ-13(1) (E) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

 

 

આમ ગમે તેમ બચવા ગમે તે ઉધામા કરે પણ જો સચોટ અને પુરાવાઓ સાથેની રજૂઆત અને એસીબીની તટસ્થ તપાસ થાય તો ગમે ત્યારે ગમે તેની પર ગાજ પડી શકે તેનું આજે વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.

 

 

 

નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ અપ્રમાણસરની મિલકતનો ગુન્હો નોંધાયા બાદ તેના નિવાસસ્થાન સહિતના સ્થળોએ એસીબી વિશેષ તપાસ કરી રહી છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવાયલ છે કે કેમ તે તમામ બાબતે હવે તપાસ થશે અને આગામી સમયમાં નવા ધડાકાઓ થાય તો પણ નવાઈ નહી.

 

 

From – Banaskatha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!