દાંતીવાડા કોર્ટે મારામારીના કેસમાં આરોપીને બે વર્ષની કેદ અને એક હજાર દંડ અને તેની ભરપાઈ ન કરે તો વધુ 20 દિવસની સજા ભોગવવાનો ચુકાદો કોર્ટે કર્યો છે.
27 જાન્યુઆરી-2019 ના રોજ પ્રવિણસીંગ કુબેરસીંગ વાઘેલા (રહે.વડવસ,તા.દાંતીવાડા, કાકા ધનસીંગ સ્વરૂપસીંગ તથા જવાનસીંગ ધીરસીંગ (બંને રહે.વડવસ,તા.દાંતીવાડા) સુરજપુરા ગામે ભેંસ રાખવા માટે ચાલતાં જતાં હતાં.
દરમિયાન આરોપી ચેહરસીંગ તલસીંગના ખેતર નજીક રોડ ઉપર ચેહરસીંગ તલસીંગના તથા મહેન્દ્રસીંગ પરબતસીંગ બેઠા-બેઠા દારૂ પીતાં હતાં અને તેઓએ ઈજા પામનાર ધનસીંગ સ્વરૂપસીંગ તથા સાથેના અન્યને કહ્યું કે ‘લો આ દારૂ તમે પણ પીઓ’ તેથી ધનસીંગ સ્વરૂપસીંગ તથા જવાનસીંગ ધીરસીંગએ દારૂ પીવાની ના પાડી હતી.
ના પાડતા બન્ને આરોપીઓ અપશબ્દો બોલવા લાગેલા અને અપશબ્દો બોલવાની ના પાડતાં આરોપી ચેહરસીંગ તલસીંગએ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલી કુહાડી ધનસીંગ સ્વરૂપસીંગને માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેની ફરીયાદ જે-તે સમયે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

જે કેસ દાંતીવાડાના મહે.જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ આર.ટી.રબારીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે.એન.શ્રીમાળીની ધારદાર દલીલોને અદાલતે માન્ય રાખી બન્ને આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ-326, 114 ના ગુનાના કામે તકસીરવાન ઠેરવી બે વર્ષ કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા.1000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ દિવસ-20 ની સજા ભોગવવાનો હુકમ કરતો ચુકાદો આપયો છે.
From – Banaskantha Update