પાલનપુરમાં સાયકલના શોરૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી

- Advertisement -
Share

પાલનપુરમાં સાયકલના શોરૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી

ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા એક સાઈકલના શો રૂમમાં બપોરના સમયે અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.બનાવને પગલે આજુબાજુ લોકો તેમજ ફાયર ફાઇટરની બે ટિમો આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

 

પાલનપુરમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સાયકલ શો રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે, આગ લાગતા આજુબાજુના લોકો એકત્ર થઇ અને આગ પર પાણી છાંટી તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયઇટરને જાણ કરવામાં આવી હતી.

પાલનપુર નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, સાયકલના સો રૂમમાં અચનાક આગ લાગતા માલીકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે.

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!