જિલ્લા પંચાયત ખાતે અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીક આર્સેનિક આલમબ ગોળીનું વિતરણ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીક આર્સેનિક આલમબ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું

પ્રથમ દિવસેજ આઠ હજાર લોકોને ઉકાળો અને 26 હજાર લોકોને ગોળીઓનું વિતરણ કરાયું

 

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કહેર વર્તાવી રહ્યો છે

ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાના આશયથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીક આર્સેનિક આલમબ ગોળીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

ઉકાળાનો લાભ ઇચ્છતા લોકો વહેલી સવારે ઉકાળો મેળવી શકે છે

સતત સાત દિવસ સુધી ચાલનાર આ ઉકાળા કેમ્પમાં પ્રથમ દિવસે જ આઠ હજાર લોકોને ઉકાળો અને 26 હજાર લોકોને હોમીયોપેથીક આર્સેનિક આલમબ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના સમયમાં શરીરની ઇમ્યુન સીસ્ટમ મજબુત કરવી જરૂરી છે ત્યારે વ્યક્તિ પોતાની સાથે પરિવારજનોને પણ અમૃતપેય ઉકાળાનો લાભ અપાવવા ઇચ્છતા હોય તેવા લોકો વહેલી સવારે બરણી લઇ જઇને આ અમૃતપેય ઉકાળો મેળવી શકે છે અને પોતાના પરિવારને આનો લાભ અપાવી શકે છે.

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!