અમીરગઢ હાઇવે પર નવીન બનેલ પરેડાઇઝ શોપિંગ સેન્ટરની દુકાનોને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી ચાર દુકાનોના તાળાં તોડયાં હતા. જેમાં દુકાનોમાં પડેલા ચાર હજાર રૂપિયા રોકડા રકમની ચોરી કરી હતી. જોકે દુકાનોના તળા તોડનાર નિશાચરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
અમિરગઢ હાઇવે પર રાત્રીના બે વાગ્યાના સુમારે ચાર ઈસમો દુકાનોના તાળા તોડતા કેમેરામાં દેખાઈ રહ્યાં છે. તાજેતરમાં એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યાં છે.

બીજી બાજુ તસ્કરો બંધ મકાનો દુકાનો, મંદિરોમાં ચોરીઓને અંજામ આપી રહ્યાં છે. વધતી હતી ચોરીઓથી પલીસની ઉંઘ પણ હરામ થઈ ગઈ છે. ત્યારે અમીરગઢમાં દુકાનોના તાળા તૂટતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી સી.સી.ટી.વી ફૂટેજ આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update