આજથી હિન્દુ ધર્મના પવિત્ર ચૈત્રી માસની નવરાત્રીનો પ્રારંભ થયો છે અને સાથે-સાથે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહીનાની પણ શરૂઆત થવાની છે ત્યારે ડીસા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી આજે ડીસા વિભાગીય ડી.વાય.એસ.પી કૌશલ ઓઝાના અધ્યકસ્થાને શહેરમા શાંતિ સુલેહ ભાઈચારો જળવાઈ રહે તેના અનુસંધાને ડીસા દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
જેમાં ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા તથા નગર પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઇ, પી.એસ.આઇ તથા પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને હાલમાં ચાલી રહેલ કોરોના જેવી મહામારીના સક્રમણને અટકાવવા દરેકે સરકારી ગાઈડલાઈનનો ઉપયોગ કરવો જોઈએ તે બાબતે આ બેઠકના ચચાઁઓ કરાઈ.
ડીસામાં મળેલ શાંતિ સમિતિની બેઠકમા ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા જણાવ્યુ હતુ કે આજે ડીસામાં કેટલાક ઈસમો દ્વારા જે શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને સાખી નહી લેવાય તેમજ આવા ઈસમો સામે કાયદેસરની કડક કાયઁવાઈ કરવામાં આવે તેવી પોલીસ તંત્રને પણ તાકીદ કરાયુ હતુ.
ડીસા ડી.વાય.એસ.પી દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં ધાર્મિક મહિનાઓમાં શાંતિ જળવાઈ રહે તે માટે સહુનો સાથ અને સહકાર મલી રહે તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી કાબુમાં લેવા પ્રજાનો સાથ સહકાર મળી રહે તેમજ શહેરની પ્રજા સરકારની કોરોના ગાઈડ લાઈનનુ ચુસ્ત પાલન કરે તેવી અપીલ કરી હતી.
શાંતિ સમિતિની બેઠકમાં નગરપાલિકાના ચુંટાયેલા વોર્ડ નંબર 10ના અમીતભાઈ રાજગોર વોર્ડ નંબર 8ના રાજુભાઈ ઠાકોર વેપારી કરીયાણા મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ અને વોર્ડ નંબર 5ના સદસ્ય જગદીશભાઈ મોદી સહીત હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
શાંતિ સમિતિની બેઠક સંબોધન કરતા ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે કેટલાક લઘુમતિ સમાજના લોકો દ્વારા શહેરમાં શાંતિ ડહોળાવાની કોશિશ કરવામાં આવી રહી છે જે શાખી લેવામાં નહી આવે આજે હિન્દુ સંતને રોડ પર ફોટા લગાવીને હિન્દુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતાં અને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ડીસા શહેરમાં શાંતિ ડહોળવાની કોશિશ કરનાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ધારસભય શશીકાંત પંડ્યા દ્વારા શાંતિ સમિતિની બેઠક ડી.વાય.એસ.પી ને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી.
From – Banaskantha Update