બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ

- Advertisement -
Share

બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ

વાવ તાલુકાના પ્રતાપુરા ગામે

– બાંધકામમાં ઉપયોગમાં લેવાઈ રહેલ માલસામાન હલકી ગુણવત્તાવાળો હોવાની રાવ

 

વાવ તાલુકાના પ્રતાપુરાથી ઈઢાટા જવાના રોડ પર સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરી એક પુલ બનાવવામાં આવી રહ્યા છે. જે પુલ ના કામકાજમાં ગેરરીતિઓ આચરાઈ હોવાની બુમરાડ ઉઠવા પામી છે. અગાઉ પુર  વખતે આ વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા બનતા છેવટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.

આ ગામના લોકોએ સરકારમાં અનેકવાર રજુવાત કરી હતી.જે રજુવાતને ધ્યાનમાં લઈ સરકારે પ્રતાપપુરા થી ઇઢાટા રોડ પર એક પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે પુલ બનાવવા સરકારે કરોડો રૃપિયાનું ટેન્ડર કરી પુલની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક ભરતભાઈ જણાવ્યું હતું કે વાવ તાલુકાના પ્રતાપપુરાથી ઈઢાતા ગામ વચ્ચે જે કરોડો રૃપિયાના ખર્ચે જે પુલ બનાવવામાં આવી રહ્યો છે તે પુલની કામગીરી માં કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિઓ આચરાઈ છે.

જે પ્રમાણે સરકાર દ્વારા એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું છે તે મુજબ કામગીરી થયેલ નથી કેટલીક જગ્યાએ તો એવું પણ જોવા મળી રહયુ છે કે રેતી સિમેન્ટ અને કપચી ને બદલે થોડોઘણો સિમેન્ટ અને કપચીજ જોવા મળી રહી છે.

ઉચ્ચ અધિકારીઓ આ બાબતે સરહદી વિસ્તારના ગામોમાં થયેલા વિકાસના કામોની તપાસ કરવામાં આવે તો આજે પણ મોટા મોટા ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!