બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લાભરમાં ઉનાળાની આકરી સિઝનમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટી દ્વારા જિલ્લામાં સાત હજારથી વધુ પાણીના કુંડા પક્ષીઓના માળા અને પક્ષી ચણ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે.
પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સમગ્ર ભારતમાં વર્ષ 2010થી કાર્યરત છે જે પશુઓ પર થતાં અત્યાચાર અટકાવવાની તેમજ પશુઓને કતલખાને જતા અટકાવવાની પ્રવૃત્તિ ઉપરાંત પશુ પક્ષીઓને નિભાવ તેમની આજીવિકા તેમના રક્ષણ માટે ની પ્રવૃત્તિઓ કરી રહી છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ડાયરેકટર ચુનિભાઈ શાહ અને સભ્ય શાસ્ત્રી કિશોરભાઈ દવેએ જણાવ્યું હતું કે હાલમાં આ ઉનાળાના આકરા તાપની શરૂઆત થઇ છે.
ત્યારે પશુ પક્ષીઓને રહેવા અને ખાવા-પીવાનું મળી રહે તે માટે સોસાયટી દ્વારા જિલ્લાભરમાં દરેક પ્રાંત કચેરીના સહયોગથી સાત હજારથી વધુ પક્ષીઓને પીવા માટેના કુંડા તેમને રહેવા માટેના માળા તેમજ ચણ માટેના વિશેષ કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવનાર છે.

લોકોને પણ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર આગળ, જાહેર જગ્યાએ, મંદિરો આશ્રમ ,શાળાઓ વગેરે જગ્યાએ આવા કુંડા લગાવી પક્ષીઓને ચણ અને રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો હતો.
આજે ડીસા પ્રાંત કચેરી ખાતે ડીસા શહેર મામલતદાર અને સર્કલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હાથે 100થી વધુ પક્ષીઓને પીવા માટેના કુંડા તેમને રહેવા માટેના માળા તેમજ ચણ માટેના વિશેષ કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરાયું હતું.
From – Banaskantha Update