બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ : કોરોના દર્દીઓની સારવાર માટે 6 સરકારી અને 19 ખાનગી હોસ્પીટલોમાં વ્યવસ્થા ગોઠવાઇ

- Advertisement -
Share

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણની બીજી લહેરમાંથી બનાસકાંઠા જિલ્લાને બચાવવા કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.

 

 

 

કોરોના સંક્રમણને કાબુમાં લેવા આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે. કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના ઘરની નજીકમાં અથવા વતનના તાલુકામાં પુરતી સારવામા મળી રહે તે માટે 6 સરકારી હોસ્પીટલો અને 19 ખાનગી હોસ્પીટલોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

 

સરકારી હોસ્પીટલોમાં બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલ, જનતા હોસ્પીટલ ડીસા, આર. એસ. હોસ્પીટલ ધાનેરા, લાયન્સ હોસ્પીટલ ભાભર, મોરીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કોટેજ હોસ્પીટલ અંબાજીનો સમાવેશ થાય છે.

 

 

આ હોસ્પીટલોમાં 50 આઇસીયુ બેડ, 239 આઇસોલેશન બેડ, 32 સ્ક્રીનીંગ બેડ, 12 ઇમરજન્સી બેડ, આમ કુલ 331 બેડ તેમજ 25 જેટલાં વેન્ટીલેટર અને 146 ઓક્સીજન બેડ, 23 બાયપેપ, 12 એચ.એફ.એન.સી. વેન્ટીલેટરની સુવિધા છે.

 

 

આ ઉપરાંત 19 જેટલી ખાનગી હોસ્પીટલોમાં પણ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પાલનપુરની લાઇફ કેર હોસ્પીટલ, શગુન હોસ્પીટલ, રૂદ્ર હેલ્થ કેર, દેવ આઇ.સી.યુ., હોપ હોસ્પીટલ, રાજસ્થાન આઇ.સી.યુ., પટેલ આઇ.સી.યુ., ભૂમા હોસ્પીટલ, સ્વામી આઇ.સી.યુ., શિવમ ક્રિટીકલ હોસ્પીટલ, અમૃતમ કોવિડ હેલ્થ સેન્ટર, ડીસાની રાધાકૃષ્ણૂ હોસ્પીટલ, ડીસા કોવિડ કેર સેન્ટર, નારાયણી હોસ્પીટલ, પ્રાર્થના હોસ્પીટલ, સંજીવની હોસ્પીટલ, ધાનેરાની પૂજા હોસ્પીટલ અને થરાદની સીટી હોસ્પીટલ તથા ગઢવી હોસ્પીટલનો સમાવેશ થાય છે.

 

 

આ હોસ્પીટલોમાં 97 આઇ.સી.યુ બેડ, 132 આઇસોલેશન બેડ, 2 સ્ક્રીનીંગ બેડ, 3 ઇમરજન્સી બેડ આમ કુલ – 234 બેડ તેમજ 34 વેન્ટીલેટર, 195 ઓક્સીજન બેડ, 44 બાયપેપની સુવિધા ઉપલબ્ધ છે.

પાલનપુર અને ડીસા શહેરમાં હોમ આઇસોલેશન વાળા કોરોના સંક્રમિત દર્દીઓને ધન્વંતરી રથના માધ્યમથી દવા અને સારવાર પુરી પાડવામાં આવે છે. કંન્ટેઇનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકો બહાર ન નિકળે તેના પર સઘન વોચ રાખવામાં આવે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!