બનાસકાંઠા જીલ્લાનું વેપારી મથક વાહનોથી ધકધકથું ડીસા શહેરની જનતા ટ્રાફિકની સમસ્યાથી વર્ષોથી છે પરેશાન ત્યારે ડીસા શહેરમાં ટ્રાફીક સમસ્યા દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ડીસા શહેર પોલીસને ટોઈંગ મશીન ફાળવવામાં આવ્યું.
જે દક્ષિણ પોલીસ સ્ટેશનની સામે આવેલ સીટી ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી ના હસ્તે મો મીઠું કરાવી લિલી ઝંડી આપી હતી અને હવે ડીસા શહેરમાં નડતર રૂપ પડી રહેલા વાહનોથી સર્જાતા ટ્રાફિકની સમયસ્યાઓનો હલ કરવામાં આવશે.
From – Banaskantha Update