ધાનેરા તાલુકાની રેલ નદીમાં થાવર ગામના ભરતભાઇ પરમારે અગમ્ય કારણોસર ઝાડ નીચે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી. ધાનેરા પોલીસને સ્થાનિક લોકોએ નદીના પટમાં લટકતી લાસની માહિતી આપતા ઘટના સ્થળે પહોંચી મૂર્તકની ઓળખવીધી કર્યા બાદ વાલી વારસોને બોલાવી મૂર્તકની લાસને ધાનેરા રેફરલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી.
ધાનેરા પોલીસે એ ડી નોંધી આગળની તપાસ હાથ ધરી છે આશાસ્પદ યુવાનના મોતના સમાચાર મળતા રેફરલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા જો કે આપઘાત કરવાનું કારણ અકબંધ જોવા મળ્યું પોલીસ તપાસ બાદ જ આપઘાતનું કારણ સામે આવશે હાલ તો યુવકના આપઘાતથી પરિવાર અને સમાજમાં માતમ છવાયો.