ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે શહેરમાં શનિવારે સાંજે 6થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વેપારીઓ સંપૂર્ણ બંધ રાખવાનો નિણર્ય લીધો હતો. જોકે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ 19 હોસ્પિટલ પણ બંધ હોવાથી કોરોનાના દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અથવા તો પાલનપુર જવું પડે છે.
ત્યારે કોરોનાની સંખ્યામાં વધારો થતાં શહેરમાં કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે રવિવારે સવારે અચાનક સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા સિવિલમાં દાખલ થયેલા દર્દીઓના બેડ ખાલી કરાવતા ચકચાર મચી ગઇ હતી સિવિલમાં દાખલ થયેલા દર્દીઓને જમીન પર સુવાનો વારો આવ્યો હતો જેના લીધે દાખલ થયેલા દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.
ડીસા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સારી સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને હાલમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં વિવિધ બિમારીઓની સારવાર લઈ રહેલા દર્દીઓને રવિવારે સવારે અચાનક સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના બેડ ખાલી કરાવતા સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો.
સારવાર લઇ રહેલા દર્દીઓના બેડ ખાલી કરાવતા દર્દીઓને આખરે જમીન પર સુવાનો વારો આવ્યો હતો અને સિવિલમાં દાખલ થયેલા દર્દીઓને જમીન પર સુતા જોઈને તેમના પરીવારજનોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

ત્યારે તંત્ર દ્વારા સિવિલમાંથી ખાલી કરેલા બેડ ક્યાં લઈ જવામાં આવ્યા તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે સરકાર એક તરફ કોવિડ હોસ્પિટલમાં વધુમાં વધુ બેડ રાખવા આવ્યા હોવાની વાતો કરી રહી છે અને કોરોનાના દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવી હોવાની મોટી ડંફાસો મારી રહી છે ત્યારે સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના બેડ ખાલી કરાવતા તેમના પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
From – Banaskantha Update