બનાસકાંઠામાં કોરોના કેસના આંકડાઓમાં વધારો થતા વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ બંધ પાળવાનો નિર્ણય લીધા બાદ પાલનપુર અને ડીસામાં સ્વૈચ્છીક લોકડાઉન જોવા મળી રહ્યો છે.
આજે ડીસાના તમામ વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખી ઘરની બહાર ન નીકળવાનો નિર્ણય લીધો છે જેથી શહેરના માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે. ડીસાની વાત કરીએ તો ડીસા પાલિકા કચેરીમાં બેઠક બાદ વેપારીઓએ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લીધેલ જેથી આજે ડીસાના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે.
ડીસામાં દૂધ, શાકભાજી અને દવાની દુકાનો બાદ કરતાં સમગ્ર ડીસાની તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે ડીસાના મુખ્ય વિસ્તારોમાં આજે સ્વયંભૂ લોકડાઉનનો કડક અમલ જોવા મળ્યો હતો અને એક વર્ષ પહેલાં જે લોકડાઉન હતો તેની યાદ અપાવી હતી.
From – Banaskantha Update