બનાસકાંઠાના ખેડૂત દંપતીએ પાણીની સમસ્યાથી કંટાળી છત્તીસગઢના જામફળના રોપાનો ઉછેર કરી સફળતા મેળવી

- Advertisement -
Share

બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં પાણીના તળ ધીમેધીમે ઊંડા જઈ રહ્યા છે જેને લઇ ખેડૂતોને સિંચાઇ માટે પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે ધાનેરા તાલુકામાં પણ આજ સ્થિતિ હોવા છતાં તાલુકાના ડેઢા ગામના એક ખેડૂત દંપતિએ છત્તીસગઢથી બાગાયતી જામફળના રોપા લાવી ઓછા પાણીમાં તેની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.

 

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી સર્જાવા લાગે છે. એવામાં માત્ર ખેતી પર નિર્ભર ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી એ મોટી સમસ્યા સર્જાય છે. જોકે, કેટલાક ખેડૂતો હવે ઓછા પાણીમાં થતી અવનવી ખેતીના પ્રયાસ કરી તેનો ઉપાય પણ શોધી રહ્યા છે. જેમાં ધાનેરા તાલુકાના નાના ડેઢા ગામના ખેડૂત દંપતિએ જામફળની ખેતી કરી સફળતા મેળવી છે.

 

 

છત્તીસગઢથી બરખા જાતના જામફળના રોપા લાવ્યાબનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળ તળો ધીમે ધીમે ઊંડા થતાં જાય છે. જેમાં ખેડૂતોને પાણીને લઇ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવામાં આ ખેડૂત દંપતિ નરસિંહભાઈ અને તેમના પત્ની મફીબેને છત્તીસગઢથી બરખા જાતના જામફળના રોપા લાવી 2017માં ખેતી કરી હતી. પાણીની સમસ્યા હોવાના કારણે આ દંપતિએ ટેન્કર મારફતે પાણી લાવી રોપાનો ઉછેક કર્યો હતો. જ્યારે પાણી ઓછુ વપરાય એટલે ટપક સિંચાઈથી હાલ જામફળને પકવી રહ્યા છે.

2017 કરેલી ખેતીમાં હાલ ખેડૂત દંપતિ સારી ઉપજ મેળવે છેખેડૂત દંપતિનો પુત્ર એન્જિનિયર હોવાનાથી સોશિયલ મીડિયાનું જ્ઞાન હોવાથી ખેડૂત માતા પિતાને બિયારણ લાવવામાં મદદ કરી હતી. પુત્રએ સોશ્યલ મિડિયા પર સર્ચ કરી છત્તીસગઢથી બરખા જાતના ઓર્ગેનિક જામફળના 530 રોપા લાવ્યા હતા. 2017 કરેલી ખેતીમાં હાલ ખેડૂત દંપતિ સારી ઉપજ મેળવી રહ્યા છે.

 

 

ગાયનું છાણ અને મૂત્રનો ઉપયોગ કરી ખેડૂત જામફળની ખેતી કરે છેદેઢા ગામના પ્રગતિશીલ ખેડૂત નરસિંહભાઈ દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરી બાગાયતી જામફળની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ગત વર્ષ કોરોના મહામારીના કારણે ખેડૂત દંપતિને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ આ વખતે સારા ભાવ મળી રહે તેવી આશા વ્યક્ત કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!