ધાનેરામાં અનેક ફરિયાદો બાદ 12 ઇંટવાડા માલિકોને રૂપિયા 11 લાખનો દંડ ફટકારાયો

- Advertisement -
Share

ધાનેરા તાલુકામાં ઇંટવાડાઓ બાબતે અનેક ફરીયાદો થતાં તાલુકા વિકાસ અધિકારીએ ભુસ્તર વિભાગની ટીમને સાથે રાખીને 6 ગામોમાં ચાલતા ઇંટવાડાઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવતા 12 લોકોના ઇંટવાડાઓ ગેરકાયદેસર હોવાથી તેમની સામે કાર્યવાહી કરીને 11 લાખનો દંડ ફટકારવામાં આવતા અન્ય ઇંટવાડા વાળાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

 

 

ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં તળાવો તેમજ અન્ય ગૌચરની જમીનમાં ઇંટવાડાઓ પાડવામાં આવી રહ્યા છે અને તે બાબતે તાલુકા વિકાસ અધિકારી રધુભાઇ ચૌધરીએ જીલ્લાની ભુસ્તર વિભાગની ટીમને સાથે રાખીને આ ઇંટવાડાઓની તપાસ હાથ ધરી હતી.

 

 

જેમાં આસિયા, થાવર, જડીયા, જાડી, માલોત્રા તેમજ વાછડાલ આ ગામોમાં ઇંટવાડાઓની તપાસ કરીને પાડવામાં આવેલ ઇંટોના પંચનામા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં જડીયા સિવાયના 12 જેટલા ઇંટવાડા માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને 10,99,376 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

 

ધાનેરાના જડીયા ગામે પણ મોટો ઇંટવાડો હતો અને તેમાં પણ 3.50 લાખ કરતાં વધારે ઇંટો હોવાનું પંચનામુ કરવામાં આવ્યું હતું પરંતુ ભુસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા આ માલિકોને કોઇપણ પ્રકારનો દંડ કે કાર્યવાહી ન કરવામાં આવતા અન્ય લોકો તેમની સામે લેતી-દેતીના આક્ષેપો કરી રહ્યા છે. આ બાબતે ગાંધીનગર ખાતે લેખીત રજુઆત પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

 

— ઈંટવાડાના માલિકોને દંડની રકમ —

મહમદભાઇ કાળુભાઇ શેખ (ગામ-જાડી) રૂ.88,830

હનિફભાઇ હુસેનભાઇ શેખ (ગામ-જાડી) રૂ.1,11,138

રસુલભાઇ વલીભાઇ શેખ (ગામ-જાડી) રૂ.33,312

આમિનભાઇ રહીમભાઇ શેખ (ગામ-જાડી) રૂ.48,117

ઇદ્રેશભાઇ કરીમભાઇ શેખ (ગામ-જાડી) રૂ.59,220

મહમદભાઇ ગફુરભાઇ શેખ(ગામ-જાડી) રૂ.48,117

આમીનભાઇ રહીમભાઇ શેખ (ગામ-જાડી) રૂ.48,117

અહમદભાઇ વલીભાઇ શેખ (ગામ-જાડી) રૂ.2,81,295

હાનિનભાઇ સત્તારભાઇ શેખ (ગામ-જાડી) રૂ.48,117

વલીમહમદ નુરમહમદ મુસ્લા (ગામ-માલોત્રા) રૂ.14,805

રસીકભાઇ કરીમભાઇ કુંભાર (ગામ-આસિયા) રૂ.51,818

અલ્કેશભાઇ અંબાલાલ પ્રજાપતિ (ગામ-વાછડાલ) રૂ.2,66,490

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!