પિંડવાડા નજીકથી 486 કિલો પોષડોડા ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ હતી. બંને શખ્સ ગાડી મુકી ફરારથઈ ગય હતા. ફલોદી જેલમાંથી જુદા જુદા ગુનાંમાં સંડોવાયેલા 16 જેટલા આરોપી ફ્લોદી જેલ તોડી ફરાર થયા હતા.
જેને લઈને ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી ફરાર આરોપીને પકડવા માટે વાહન ચેકીંગ ચાલી રહ્યુ હતું તે દરમિયાન પિંડવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી દરમિયાન એક સ્કોર્પિયો ગાડીને રોકાવી તપાસ કરતા સ્કોર્પિયો ગાડી માંથી 486 કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા.

પિંડવાડા ઉદયપુર હાઇવે પર વાહન ચેકીગમાં હતા તે દરમિયાન રાજપુરા-સિવેરા-કેશવગંજ નજીક સફેદ રંગની સ્કોર્પિયો (RJ 27 UA 2267) કેશવગંજની બાજુથી આવતી દેખાઇ. જેમાં બે વ્યક્તિઓ હતી.
પોલીસે સ્કારપિયોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ડ્રાઈવરે સ્કોર્પિયો રોકી ન હતી અને નાકાબંધી તોડીને નાસી છૂટ્યા હતા જોકે સ્કોર્પિયો ગાડીના આગળ અને પાછળના બન્ને ટાયર ફાટી જતા બંને શખ્સ ગાડીને થોડેક દૂર સિવેરા ગામ નજીક મૂકીને અંધારાનો લાભ લઇને નાસી છૂટયા હતા. સ્કોર્પિયોની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં 23 કટા પોષડોડાથી ભરેલા હતા.
From – Banaskantha Update