વડગામ તાલુકાના ગામે ગામનો જ ઇસમ 16 વર્ષિય સગીરાને ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગત સોમવારે રાત્રે પરિવાર સાથે ઘરની બહાર સુઇ ગયેલ સગીરા સવારે જોવા નહીં મળતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ તરફ પરિવારને શોધખોળ દરમ્યાન જાણકારી મળી હતી કે, ગામનો ઇસમ સગીરાને લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયો છે.
જોકે આ અગાઉ પણ તેમની સગીર પુત્રી અને ગામના ઇસમના સંબંધને લઇ માથાકૂટ થયેલ હોઇ પરિવારે યુવકના ઘરે તપાસ કરતાં તે હાજર મળી આવ્યો ન હતો. જેથી ઇસમ સામે વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના એક ગામમાં સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે. ગામમાં ખેતી કરતો પરિવાર ગત તા.5-4-2021ના રોજ રાત્રે ઘરની બહાર સુઇ ગયો હતો. જોકે વહેલી સવારે ઉઠીને જોતાં તેમની 16 વર્ષિય સગીર દીકરી જોવા નહીં મળતાં બેબાકળાં બની સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
નોંધનિય છે કે, આ અગાઉ ગામના સુરેશ હરીભાઇ ચાવડા અને સગીરા વચ્ચેના સંબંધો હોઇ માથાકૂટ થઇ હોઇ સગીરા નહીં દેખાતાં શંકાના આધારે તેના ઘરે શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવક અને સગીરા નહીં મળતાં અને યુવકના માતા-પિતાએ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં સગીરા-કિશોરીની ભગાડી જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગત સોમવારે રાત્રે ગામનો જ ઇસમ સગીરાને લલચાવી-ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે પરિવારના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સમગ્ર માલમે સગીરાના પિતાએ ઇસમ સામે વડગામ પોલીસ મથકે આઇપીસી 363, 366 અને પોક્સોની કલમ 18 મુજબ ગુનો નોંધાવ્યો છે.
From – Banaskantha Update