બનાસકાંઠા જીલ્લામાં ફરીવાર કોરોના પોઝીટીવ કેસ જોવા મળી રહ્યા છે. ધાનેરાની બેંક ઓફ બરોડાના ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. કર્મચારીઓને રીપોર્ટ પોઝીટીવ આવતા એક દિવસ બેંકની બ્રાન્ચ કરાઈ બંધ.
ધાનેરામાં માસ્ક અને સોસીયલ ડીસટન્સ ભૂતકાળ બની ગયો હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે બનાસ બેકમાં પણ કર્મચારીઓ અને ગ્રાહકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તંત્ર નક્કર કામગીરીને બદલે ભગવાન ભરોસે હોય એવો માહોલ.
From – Banaskantha Update