દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસનું સંક્રમણ હવે બેકાબૂ થઈ ગયું છે. વધી રહેલા કેસોને જોઈને દિલ્હી સરકારે શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી સરકારે રાજધાનીમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. આ આદેશ 30મી એપ્રિલ સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગતિવિધિ પ્રતિબંધિત રહેશે. સાથે જ અવરજવર પર પ્રતિબંધ રહેશે.
દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. જોકે, જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ટેસ્ટનો પોઝિટિવ રેટ પણ પાંચ ટકાથી ઉપર ચાલ્યો ગયો છે, આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે. જોકે, લૉકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતે અમુક શહેરોમાં નાઇક કર્ફ્યૂ લગાવી દીધો છે. મહારાષ્ટ્રની હાલત સૌથી વધારે ખરાબ છે. જોકે, દિલ્હીમાં હજુ સુધી બેડની અછત નથી. પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેનો જોઈને આગામી દિવસોમાં દિલ્હીની મુશ્કેલી વધી શકે છે.
બીજી તરફ નાઇટ કર્ફ્યૂની સફળતાને લઈને સરકારો વચ્ચે અલગ અલગ અભિપ્રાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 15 માર્ચના રોજ તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છ કે નાઇટ કર્ફ્યૂ કે પછી અઠવાડિયાના અંતે લગાવવામાં આવતા કર્ફ્યૂથી કોઈ ખાસ ફાયદો નથી થતો. આવી સ્થિતિમાં સ્થાનિક તંત્રએ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવું જોઈએ.
શમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં ઑલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારી ને પગલે 446 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.