રાજસ્થાનના નાગૌરમાં સોમવારે સવારે માર્ગ અકસ્માતમાં શાળાના હેડમાસ્ટરનું મોત થયું છે. મૃતક મોના જાંગિડ (25) ગ્રેડ સેકન્ડની શિક્ષિકા હતી. સવારે શાળાએ જતી હતી તે સમયે પાછળી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી દીધી હતી.
ટાયરની નીચે આવી જવાને લીધે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઘટના બાદ ડમ્પરનો ચાલક ભાગી ગયો છે.
આ દુ:ખદ ઘટના સવારે 7 વાગે જોધપુર હાઈવે પર થઈ હતી. મોના દરરોજની માફક સ્કૂટીથી શાળાએ જઈ રહી હતી. તે તાલુકા કાર્યાલાય પાસે પહોંચી ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરના ચાલકે સ્કૂટને ટક્કર મારી હતી.
આ સમગ્ર ઘટના એક CCTVમાં કેદ થઈ. આ ઘટનામાં ડમ્પરના ડ્રાઈવરની લાપરવાહી સામે આવી. આ ઘટના બાદ શિક્ષકોએ ડમ્પર ચાલક સામે હત્યાનો કેસ દાખલ કરી તેને કડક સજા કરવા માંગ કરી છે.
પોલીસે સ્થળ પરથી મૃતદેહને કબજામાં લીધું છે. મોના રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય ગોવા ખુર્ગમાં કાર્યરત હતી, તેના પિતા હરિરામ જાંગિડ ફિઝીકલ ટીચર પદ પરથી નિવૃત થયા છે. મોના RASની તૈયારી કરતી હતી.
From – Banaskantha Update