ડીસામાં બેફામ ચાલી રહેલ દૂધના ટેન્કરે પિતા-પુત્રને અડફેટે લીધા, પિતાએ સારવાર પૂર્વે દમ તોડ્યો

- Advertisement -
Share

ડીસા તાલુકાના ગામે બાઇક પર જતાં પિતા-પુત્રને બેફામ દૂધના ટેન્કરે અડફેટે લેતાં અકસ્માત નડ્યો હતો. જેમા બાઇકમાં સવાર વ્યક્તિનું સારવાર પહેલાં જ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે ડીસા તાલુકાના ગામે બેફામ દૂધના ટેન્કરે બાઇક પર જતાં પિતા-પુત્રને અડફેટે લીધા હતા.

 

 

જે બાદમાં પુત્રને સારવાર અર્થે ડીસા ખસેડ્યા બાદ પિતાને ગંભીર ઇજાઓ હોઇ મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં જ તેમનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે. સમગ્ર મામલે ફરાર ટેન્કર ચાલક સામે આગથળા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામની સીમમાં અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે રામસણના ભરતભાઇ પ્રતાપચંદ ત્રિવેદી અને નિવીદભાઇ ભરતભાઇ ત્રિવેદી બંને પિતા-પુત્ર બાઇક લઇ રામસણ આવી રહ્યા હતા.

 

 

આ દરમ્યાન સામેથી બેફામ દૂધના ટેન્કરના ચાલકે તેમને અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદમાં નિવીદભાઇને ડીસાની દિનેશ પટેલની રૂદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ તરફ ભરતભાઇને ગંભીર ઇજાઓ હોઇ તેમને મહેસાણા ખસેડતાં રસ્તામાં જ તેમનું મોત થયુ છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરના સમયે રામસણ ગામની સીમમાં બેફામ દૂધ ટેન્કરની ટક્કરે પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં પિતાનું સારવાર પહેલાં જ કરૂણ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

 

Advt

 

આ તરફ અકસ્માત સર્જીને ચાલક ફરાર થયો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે આગથળા પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!