છત્તીસગઢ ના બીજાપુરમાં થયેલા નકસલી હુમલામાં દેશના 22 બહાદુર જવાન શહીદ થઇ ગયા. ફ્રાન્સએ છત્તીસગઢમાં નકસલીઓના હુમલામાં સુરક્ષાબળોના 22 જવાનોના શહીદ થવાની ઘટના પર શોક વ્યકત કર્યો છે. સાથો સાથ ફ્રાન્સે કહ્યું કે તેઓ આતંકની વિરૂદ્ધ લડાઇમાં ભારતની સાથે ઉભા છે.
ફ્રાન્સના રાજદૂત ઇમેનુઅલ લેનાઇને ટ્વીટ કરી કે છત્તીસગઢમાં સુરક્ષાબળોના મોત થવા પર ઉંડી સંવેદનાઓ. મૃતકોના પરિવારજનો અને ઘાયલોના પ્રત્યે અમારી સંવેદનાઓ, અમે ઘાયલોના શીધ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. તેમણે કહ્યું કે ફ્રાન્સ આતંકવાદના કોઇપણ સ્વરૂપની વિરૂદ્ધ લડાઇમાં ભારતની સાથે ઉભો છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના નકસલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર શનિવારના રોજ કમ સે કમ 400 નકસલીઓએ સુરક્ષા બળો પર હુમલો કર્યો જેમાં 24 જવાન શહીદ થઇ ગયા અને 30 બીજા જવાન ઘાયલ થયે.
From – Banaskantha Update