Free Porn
xbporn

https://www.bangspankxxx.com

ગાંધીનગરમાં નેતાઓ-પૂર્વ અધિકારીઓએ બંગલે ખાનગી સિક્યુરિટી રાખી, જયંતી રવિએ દાટ વાળ્યો :

- Advertisement -
Share

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ અંકુશમાં છે. ચમરબંધીઓને પણ નહીં છોડતી પોલીસથી ગુનેગારો ફફડી રહ્યા હોવાના અનેક દાવાઓ ભાજપના નેતાઓ-મંત્રીઓ કરતા હોય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે સલામત ગણાતા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ નેતાઓ તેમજ પૂર્વ ઉચ્ચ અધિકારીઓને પોતાના બંગલાઓની સલામતી દેખાતી નથી.

તાજેતરમાં જ અહીંના સેક્ટર-2માં એક અધિકારીના ઘરનો દરવાજો તોડીને તસ્કરો ચોરી કરી ગયા હતા. આ સેક્ટરમાં પૂર્વ ડીજીપીનો બંગલો પણ છે. તેના સલામતી જવાનો 24 કલાક તૈનાત હોય છે. આમછતાં ચોરને તેનો કોઈ જ ડર નથી. આખરે અહીં રહેતા નેતાઓ અને પૂર્વ અધિકારીઓએ ભેગા મળીને પોતાના બંગલાઓની સલામતી માટે ખાનગી સિક્યુરિટી ગાર્ડ રાખવાનું શરૂ કર્યુ છે. અત્યારે ખાનગી ગાર્ડ રાત્રીના સમયે અહીં પહેરો ભરતા નજરે પડે છે. જેને પગલે અહીંના લોકો ચર્ચા કરે છે કે આ બાબત તંત્ર માટે શરમજનક છે.

IAS અધિકારી આર સી મીના અત્યારે જમીન સુધારણા કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની પાસે પાંચ કરોડથી વધુની રકમની નવી શરતની જમીનને બિનખેતીની કરવા માટેની ફાઈલો આવે છે. જે તે જિલ્લા કલેક્ટર દ્રારા સંપૂર્ણ તપાસ કરીને મંજૂરી માટે ફાઈલોને જમીન સુધારણા કમિશનર પાસે મોકલવામાં આવે છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, પ્રામાણિક હોવાની છાપ ધરાવતા આ કમિશનર ફાઈલને મંજૂરી આપવામાં એકદમ ચીવટ ધરાવે છે. ફાઈલોમાં સચોટ ક્વેરી કાઢે છે.

વિધાનસભા ચાલુ હતી ત્યારે કોરોનાના કેસમાં સતત વધારો થતા જ સરકાર દ્વારા સચિવાલયમાં તેમજ વિધાનસભામાં પણ વ્યાપક ટેસ્ટિંગ શરૂ કરાવ્યું હતું. આવા જ એક ટેસ્ટિંગ દરમિયાન પોતાના સ્ટાફની સાથે એક મંત્રીએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે જોઈને મંત્રીએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમણે ટેસ્ટ કરનારા મેડિકલ સ્ટાફને ખખડાવતા કહ્યું કે તમારો આ રિપોર્ટ ખોટો છે. આથી મંત્રીનો ફરીથી એન્ટિજન ટેસ્ટ કરાતા બીજી વખત પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આમછતાં મંત્રી માનવા તૈયાર નહોતા. તેઓએ ટેસ્ટિંગ કરનારી ટીમ સાથે ખરાબ વર્તન કરતા કહ્યું કે તમારી કિટો જ નકામી અને બોગસ છે. ત્યાર બાદ મંત્રીઓ ખાનગી લેબમાં RT-PCR કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે શું મંત્રીઓને જ કોરોનાની કિટ પર વિશ્વાસ ન હોય તો લોકોને તેઓ વેક્સિનેશન માટે કઈ રીતે સમજાવી શકશે?

જેમ કે જમીન ક્યા પ્રકારની છે, મહેસૂલ કોર્ટમાં કેસ ચાલે છે કે કેમ, જમીનનું ટાઈટલ ક્લિયર છે કે નહીં, નોંધ કે હુકમ પડેલો છે કે નહીં, અરજી કરનાર જીવિત છે કે કેમ, જમીનમાં પ્રાંત અધિકારીએ કોઈ ભૂલ કરી હતી કે કેમ, આવા અધિકારી સામે શું પગલા ભર્યા વગેરે જેવા પ્રશ્નો કલેક્ટરને પૂછે છે. ઘીના શીરાની જેમ ફટાફટ ફાઇલો ક્લિયર કરાવાના ઈરાદે આવતા લોકોની અકળામણથી સહેજે ચિંતાગ્રસ્ત થયા વગર સુધારણા કમિશનર અત્યંત ચીવટપૂર્વક ફાઈલ ડીલ કરતા હોવાથી અરજદારો તેમને ક્વેરી માસ્ટર તરીકે ઓળખી રહ્યાં છે

રાજકીય નેતાઓ તેમજ મંત્રીઓ પોતાની પાસે રજૂઆત કરવા આવતા લોકોને ઠાલાં આશ્વાસનો આપતા હોય છે. પરંતુ તાજેતરમાં જ બે કેબિનેટ કક્ષાના મંત્રી વચ્ચે સર્જાયેલા ખટરાગના અંતે બન્યું એવું કે ઘટનામાં જુનિયર મંત્રીએ છેલ્લે તો પગ પછાડતા નીકળવું પડયું પણ વય-રાજકારણમાં અનુભવી મંત્રી પાસેથી પાઠ “શીખવા” નો તેમને મોકો પણ મળ્યો ! વર્ષો જૂના પ્રશ્નો અંગે કેટલાક કર્મચારીઓએ પોતાના વિસ્તારના કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ પોતાના ડેપ્યુટેશનની ફઇલને ફઈનલ કરાવવા બે- અઢી મહિનાથી તમિલનાડુ, દિલ્હી, પોંડિચેરીમાં તરફ જ ધ્યાન આપ્યું છે, મુલાકાતો અને પ્રવાસો કર્યા છે. આથી, સ્થાનિક ચૂંટણીઓ અને પછી બજેટસત્રમાં વ્યસ્ત સરકારી પદાધિકારીઓ સુધી કોવિડ-૧૯ની મહામારીની સ્થિતિ, વેક્સિનેશનની કામગીરીની વાસ્તવિકતા ન પહોંચતા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી છે. એટલે CMOના કે. કૈલાશનાથનને મેદાને ઊતરવું પડયું છે એવી ચર્ચા સચિવાલયમાં છે. દરમિયાન IAS જયંતી રવિની કાર્યપદ્ધતિથી નારાજ થઈ આરોગ્ય કમિશનરેટમાં ત્રીજા એડિશનલ ડાયરેક્ટર ડો.દિનકર રાવલે રાજીનામું આપ્યું છે. અગાઉ જાહેર આરોગ્યનો 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો.પરેશ દવે અને ડો.પરેશ વાઘેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ચાલ્યા ગયા છે. જયંતી રવિના કાર્યકાળમાં કમિશનરેટમાં પાંચથી વધુ ક્લાસ વન ઓફ્સિરોએ સરકારી નોકરી છોડી છે.

આ બાબતમાં ખરેખર અન્યાય થઈ રહ્યો હોવાનું લાગતા જ અનુભવમાં જુનિયર પણ કેબિનેટ દરજ્જો ધરાવતા આ કેબિનેટમંત્રીએ કર્મચારીઓની હાજરીમાં સિનિયર કેબિનેટ મંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં સિનિયર મંત્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં આ પ્રશ્નનો નિકાલ કરી દેવાશે. પરંતુ અપાયેલા સમયમાં નિકાલ નહીં થતા તેમણે સિનિયર મંત્રી સમક્ષ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનું તમે મને વચન આપ્યું હોવાછતાં તમે શા માટે આ કામ નથી કરતા?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો રીતસરનો સફાયો થઈ ગયા બાદ આ હારની જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધાં હતાં. જેને દિલ્હી હાઈકમાન્ડે સ્વીકારી લીધાં હતાં. વિધાનસભા સત્ર બાદ આ બન્નેની જગ્યાએ નવી નિમણૂકોની વાતો થઈ રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ પાસે પણ હાલમાં આ બે નેતાઓનો કોઈ જ વિકલ્પ નથી. બીજી બાજુ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ અટવાયેલા છે. જેથી ગુજરાતમાં તેઓ ધ્યાન આપી શકે તેમ નથી. એટલે કે રાજીનામાં સ્વીકાર્યા બાદ પણ આ બે નેતાઓને થોડો સમય માટે તો ચાલુ જ રખાશે.

ગુજરાત ભાજપમા દોઢ દાયકાથી મજબૂત પકડ ધરાવતા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાએ પશ્ચિમ બંગાળ જવાની ના પાડયા બાદ તેમની પાંખો વેતરી દેવાઈ છે. ઇજીજી બેકગ્રાઉન્ડમાંથી આવતા ભાર્ગવ ભટ્ટને મહામંત્રીપદે પ્રમોટ કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષે પ્રદેશ કાર્યાલયનો પ્રભાર પણ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને સોંપી દીધો છે. આથી, હવે વાઘેલાની સહીથી કોબા સ્થિત શ્રી કમલમનો વહીવટ થશે. અગાઉ ભાજપ હેડ ક્વાર્ટરમાં કામ અનુસાર ઇન્ચાર્જ અર્થાત પદાધિકારીઓ હતા. જો કે પાછળથી સંગઠનના મહામંત્રી હોવાની નિસબતે બધા જ કામોનો ઇન્ચાર્જ દલસાણિયાને હવાલે રહેવા માંડયો હતો. જે હવે વાઘેલા પાસે રહેશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -

Czech Women Exposed

- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!