પાલનપુર – અમદાવાદ હાઇવે પર કાણોદર પાસે શનિવારે ટ્રક નંબર GJ 27 U 7437ને વિચિત્ર અકસ્માત નડ્યો હતો જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો તેમજ ચારને ઇજાઓ થઇ હતી. 108 કર્મીએ જણાવ્યું હતું ટ્રકમાં આગળના ભાગે ચાર વ્યકિત બેઠેલા હતા અને કાર ટ્રકમાં મુકી હતી.
જેમાં બે વ્યકિત બેઠેલા હોઈ ટ્રક પલટી જતાં બંને દબાઈ જતાં મોત નીપજ્યા હતા. બીજી તરફ 108ની ટીમ પહોંચી ત્યારે હાજર લોકોએ લાશ બહાર કાઢી દીધી હોવાનું 108ના કર્મીઓએ જણાવ્યું.

અકસ્માત અંગે 108ના કર્મચારીએ જણાવ્યુ હતુ કે જગાણા અને કાણોદર વચ્ચે આઇસરને અકસ્માત નડ્યો હતો. જેની જાણ અમારી ટીમને થતા 108ના અંકિતભાઇ મોદી અને ધવલ જેતપુરા ઘટના સ્થળે પહોચ્યા હતા.
જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને ચાર વ્યક્તિઓને ઇજાઓ થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાં તમામને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવાઈ હતી.
From – Banaskantha Update