સ્પાની આડમાં ચાલી રહેલા અનૈતીક દેહ વેપારનો થયો પર્દાફાશ : એક યુવતી સહીત ત્રણ ઝડપાયા

- Advertisement -
Share

અમદાવાદમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. જોકે, કેટલીક જગ્યાએ સ્પાના નામે ગેરકાયદે દેહવેપારનો ધંધો પણ ચાલે છે. તાજેતરમાં સોલા પોલીસે રોડ પર બીભત્સ ચેનચાળા કરતી 15 રૂપલલનાઓની પણ ધરપકડ કરી હતી.

 

 

જે બાદમાં પોલીસે નરોડામાંથી એક દેહવેપારના એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવે ફરીથી નરોડા વિસ્તારમાં જ પોલીસે સ્પાની આડમાં દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર નરોડા પોલીસને માહિતી મળી હતી કે ગેલેક્સી એવન્યૂ કોમ્પ્લેક્સમાં સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો છે. પોલીસે તપાસ કરતા માહી સ્પાના નામે દેહવેપાર ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસે સંચાલક જીગર મકવાણા, રાકેશ પરમાર અને હેતલ મકવાણાની ધરપકડ કરી.

 

 

પોલીસે આ લોકો સામે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટની કલમ 3, 4, 5, 7 મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી દેહવેપારનું રેકેટ ચલાવી રહ્યા હતા તેમજ અન્ય યુવતીઓને સ્પામાં બોલાવવામાં આવતી હતી કે કેમ?

 

 

— :આરોપીઓના નામ: —

(1) જીગર કિશોરભાઈ મકવાણા, ઉ.20 રહે. બાપુનગર, અમદાવાદ

(2) રાકેશ લક્ષ્મણભાઈ પરમાર, ઉ.30 રહે. ઓઢવ, અમદાવાદ

(3) હેતલ અનિલભાઈ મકવાણા, ઉ.20 રહે. અમરાઈવાડી, અમદાવાદ

(4) વોન્ટેડ: રાહુલ અમરતભાઈ મેવાડા, રહે. ઓઢવ, અમદાવાદ

જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:-

રોકડ : 2,500

ડી.વી.આર : 2,500

3 મોબાઈલ : 15,000

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!