બનાસકાંઠાના વડગામમાં તેનીવાડા પાટિયા પાસે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કારવા હોટેલ સામેથી અકસ્માત સર્જાયેલ હાલતમાં કાર મળી આવી હતી. કારનું નિરક્ષણ કરતા પોલીસને કારમાંથી વિદેશી દારુ મળ્યો હતો.
છાપી પોલીસ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન તેનિવાડાની સીમમાં આવેલ કારવા હોટેલ સામે નવીન બનેલ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયેલ કાર મળી આવી હતી અને કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા આસપાસ તપાસ કરવામાં આવી પરંતુ કાર ચાલક મળી આવ્યો નહિ માટે છાપી પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

From – Banaskantha Update