બેંકના નામે ફોન કરી બસ ચાલક પાસે OTP મેળવી રૂ.50 હજાર પડાવ્યા

- Advertisement -
Share

વડગામના નગાણા ગામના બસ ચાલકે કોલ કરી લોનની રકમ બીજા ખાતામાં જમા થઈ છે કરી ઓટીપી મેળવ્યો

પાલનપુર એસ.ટી. વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતાં વડગામના નગાણાના કર્મચારીએ અજાણ્યા શખ્સને ઓટીપી નંબર આપતા ખાતામાંથી રૂ.50,000 ટ્રાન્સફર થઇ ગયા હતા. વડગામ તાલુકાના નગાણા ગામના લક્ષ્મણભાઇ મોતીજી વાઘેલા (રાજપૂત) પાલનપુર એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેઓનો પગાર પાલનપુરની એસબીઆઈ બેન્કની મુખ્ય શાખામાં જમા થાય છે. જેમણે તારીખ 24/03/2021ના રોજ બેંકમાંથી રૂ.60 હજારની લોન લીધી હતી. જે રકમ તેમના ખાતામાં જમા થઇ હતી.

દરમિયાન તારીખ 27/03/2021ના રોજ મોબાઈલ નંબર 8250682079 ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં કહેલ કે બેન્કમાંથી બોલું છું અને તમારા લોનની રકમ બીજા ખાતામાં જમા થઈ ગઇ છે. માટે તમારો ઓટીપી આપો. જેથી વિશ્વાસમાં આવી ઓટીપી આપતા તેઓના ખાતામાંથી રૂ.50,000 ટ્રાન્સફર થઇ ગયા હતા. જોકે થોડીવાર પછી ફરી મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાન્સફર કરેલા ખાતામાંથી રૂ.50 હજારનો ઉપાડ થયાનો મેસેજ આવ્યો હતો. આ અંગે લક્ષ્મણભાઇ વાઘેલાએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!