ડીસામાં યુવકની હત્યાને લઈ ભાભર માળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

- Advertisement -
Share

ડીસા શહેર બેકરીકુવા વ્હોળા વિસ્તારમાં રહેતા દશરથભાઇ માળીની ધુળેટીના દિવસે સાજ સમયે પોતાના ઘરે જઇ રયા હતા ત્યારે રસ્તામાં ઉભેલા શખ્શોએ પૈસાની માંગણી કરેલ જે બાબતે રકઝક થતાં દશરથભાઇ માળી ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થતાં તેમના પરીવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે લઈ જવાયેલ જયાં તેમનું મોત નિપજ્યું હતું.

આ બાબતે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ યુવકની હત્યા બાબતે સમસ્ત માળી સમાજમાં ઘેરા પ્રર્ત્યાઘાત જોવા મળ્યા હતા. જેમાં તમામ માળી સમાજની એકજ વાત છે કે આ પીડીત પરિવારને ન્યાય મળે અને તટસ્થા તપાસ થાય આજે 1 એપ્રિલના રોજ હત્યારા આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા.

 

 

મરનાર માળી સમાજના દશરથભાઇ યુવકને ન્યાય મળે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરતું આવેદન પત્ર ભાભર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પી.કે.ઓઝાને ભાભર માળી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું.

જેમાં ભાભર તાલુકા અને શહેરના માળી સમાજના આગેવાનો યુવાનો હાજર રહીને મૃતકના માળી પરિવારને ન્યાય મળે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને આ કેશ ફાસ્ટેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!