1 એપ્રિલથી હરીયાણા અને ઝારખંડ ખાતે રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધા યોજાઇ રહી છે. જેમાં ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલના 7 ખેલાડીઓની પસંદગી થઇ છે.
હોકી ઇન્ડિયા દ્વારા સબ જુનિયર ભાઇઓ અને બહેનોની હોકી ટુર્નામેન્ટ ઝારખંડ અને હરીયાણા ખાતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 26 ટીમ ભાગ લેનાર છે. જેમાં ગુજરાત હોકી ટીમમાં ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલના સ્પોર્ટસ શિક્ષક (કોચ) રાહુલભાઇ પરમારની મહેનતથી સાત ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી થઇ છે.

આથી સરદાર પટેલ હાઇસ્કુલના આચાર્ય એન.જે. ખરસાણ તેમજ ટ્રસ્ટી ટી.જે.પટેલ સહિત શાળા પરીવાર દ્વારા કોચ રાહુલભાઇ પરમાર અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
— પસંદગી પામેલ ખેલાડીઓ —
1. નિકિતા પ્રજાપતિ
2. મમતા ખત્રી
3. ક્રિનલ સુદ્રાસણા
4. ધવલ ગેલોત
5. કાવ્ય ટાંક
6. હિરલ પઢિયાર
7. સુહાની ગાલવા
From – Banaskantha Update