જર્મની 20 વર્ષમાં પ્રથમ વખત ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો :

- Advertisement -
Share

નોર્થ મેસોડોનિયાની ટીમે જર્મનીને 2-1થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો અને આ સાથે 2014ની વર્લ્ડ ચેમ્પિયન જર્મની વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 20 વર્ષ બાદ પ્રથમ વખત હારી છે. ગોરાન પાંડેવે પ્રથમ હાફના ઇન્જરી ટાઇમમાં નોર્થ મેસોડોનિયા તરફથી પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. ત્યારબાદ જર્મની માટે 63મી મિનિટે ઇલ્કે ગુંડોગને પેનલ્ટીને ગોલમાં ફેરવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો.

જોકે ઇલિક ઇલ્માસે 85મી મિનિટે નિર્ણાયક ગોલ કરીને નોર્થ મેસોડોનિયાનો વિજય નિશ્ચિત કરી લીધો હતો. આ વિજય સાથે મેસોડોનિયાની ટીમ ગ્રૂપ-જેમાં જર્મની કરતાં આગળ બીજા ક્રમે પહોંચી ગઈ છે. આ ગ્રૂપમાં આર્મેનિયા ટોચના ક્રમે છે.

જર્મનીએ આ પહેલાં 2001માં વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઇંગ્લેન્ડ સામે 1-5ના સ્કોરથી પરાજયનો સામનો કર્યો હતો. ત્યારબાદ તે સતત 35 મેચમાં અજેય રહ્યું હતું અને છેલ્લી 18 મેચમાં તેણે સતત વિજય હાંસલ કર્યા હતા. ગ્રૂપ-જેના અન્ય એક મુકાબલામાં આઇસલેન્ડે લિચેન્સટીનને 4-1થી પરાજય આપ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!