એપ ઓપન કર્યા વિના જ તમે જાણી શકશો WhatsApp પર કોણ કોણ છે Online, સરળ ટ્રીક

- Advertisement -
Share

મેસેજિંગ એપ વોટ્સએપમાં ઘણી વાર તમે જાણવા માંગો છો કે આ સમયે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં કોણ કોણ ઓનલાઇન છે. પરંતુ હાલમાં તમારે તેના માટે એપ્લિકેશન ખોલવી પડે છે અને તે પછી તમે જોઈ શકો છો કે કોઈ ઓનલાઇન છે કે નહીં. તો આજે અમે તમને એક ખાસ ટ્રિક જણાવીશું, જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા કોંન્ટક્ટ લિસ્ટમાં કોણ કેણ એક્ટિવ છે

આ ટ્રિકની મદદથી તમે ઓનલાઇન આવ્યા વિના એ જાણી શકશો કે તમારા કોન્ટક્ટ લિસ્ટમાં કોણ કોણ સક્રિય છે. આ માટે તમારે પહેલા ગૂગલ પર GB WhatsApp સર્ચ કરવાનું રહેશે. આ પછી તમે લિંકથી તેની APK ફાઇલ ડાઉનલોડ કરો. આ પછી તમે APK ફાઇલમાંથી GB WhatsApp એપને ફોનમાં ઇન્સ્ટોલ કરો.

GB WhatsApp એપ ડાઉનલોડ કર્યા બાદ સેટિંગ્સમાં જઈને, Main/Chat screenનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. આ પછી, Contact Online Toastનો વિકલ્પ તમારી સામે દેખાશે. તેના પર ક્લિક કરો અને તે પછી કોન્ટેક્ટ પસંદ કરો જેની ઓનલાઇન માહિતી તમારે જોઈએ છે. હવે જ્યારે પણ આ કોન્ટેક્ટ ઓનલાઇન આવશે, ત્યારે તમને ત્વરિત નોટિફિકેશન મળશે. જો કે, તમને આ પણ અહીં જણાવી દઈએ કે આ એક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે, તેથી તેને તમારા રિસ્ક પર જ ડાઉનલોડ કરો.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!