અમદાવાદ એરપોર્ટ પર યુવતીએ CISFના ઇન્સપેક્ટરને લાફો માર્યો, હું સરકારી અધિકારીની દીકરી છું, કહીને રૌફ જમાવ્યો :

- Advertisement -
Share

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલના ટર્મિનલ 2 એરપોર્ટ પર એક યુવતીએ જાહેરમાં હંગામો મચાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. સામાન્ય રીતે દરેક મુસાફરનું CISF દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે CISFએ નીલમ અભિનય દવેની ફિઝિકલ બેગ ચેક કરતા ઉશ્કેરાયેલી યુવતીએ CISFના ઇન્સપેક્ટરને લાફો માર્યો હતો. યુવતી આટલેથી અટકાઈ નહોતી તેને ઉશ્કેરાઈને બેગને ફેંક્યું હતું. ત્યારબાદ પોતાનો રોફ દેખાડતા જણાવ્યું હતું કે, હું એક સરકારી અધિકારીની દીકરી છું.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ ઘટના 1 એપ્રિલે બની હતી. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર પાસપોર્ટના આધારે લાફો મારનારી યુવતીનું નામ નીલમ દવે જાણવા મળ્યું છે. CISFના ઈન્સ્પેક્ટરનું નામ કલ્પેશ રામટકે છે. આ ઘટના બાદ CISFના ઈન્સ્પેકટર દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બાદ પોલીસે આરોપી નિલમ દવેની ધરપકડ કરી હતી. બેગની ચેકિંગ કરતા મોબાઈલ ફોન મળી આવ્યા બાદ બેગ સ્ક્રિનિગ થઈ હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-2 પર CISF દ્વારા મુસાફર નીલમ દવે નામની યુવતીનું ફિઝિકલ બેગ ચેક કરતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે જાહેરમાં બેગને ફેંક્યું હતું અને CISFના ઈન્સ્પેકટરને લાફો માર્યો હતો.

સામાન્ય રીતે કોઈ પણ મુસાફરની બેગ મશીનમાં ચેકિંગ થાય છે, ત્યારે નીલમ અભિનય દવેની બેગને CISFના ઈન્સ્પેકટર દ્વારા ચેકિંગ માટે મશીનમાં રાખવામાં આવી હતી. પરંતુ બેગનું ચેકિંગ ક્લીયર થતું નહોતું. જેના કારણે CISF દ્વારા ફિઝિકલ બેગ ચેક કરતા નીલમ દવે ઉશ્કેરાઈને બેગને ફેંક્યું હતું. નીલમે પોતાનો રોફ દેખાડતા કહ્યું કે, હું સરકારી અધિકારીની દીકરી છું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!