બાઈડએ ઈમરાન ખાનની હવા કાઢી નાખી, US વિશેષ દૂતમાં ભારત આવશે પણ પાકિસ્તાન નહીં જાય :

- Advertisement -
Share

ડોનાલ્ડ ટ્રમ્પ હારે અને જો બાઈડન રાષ્ટ્રપતિ બને તેને લઈને કારણ વગર જ હરખાઈ રહેલા અમેરિકાને હવે બાઈડન પ્રશાસને જોરદાર ઝાટકો આપ્યો છે. જળવાયુ પરિવર્તન પર અમેરિકી રાષ્ટ્રપતિના વિશેષ દૂત જોન કેરી ભારત, બાંગ્લાદેશના પ્રવાસે આવશે પરંતુ આ મહાસંકટના સૌથી વધુ પીડિત દેશોમાના એક એવા પાકિસ્તાન નહીં જાય.

પાકિસ્તાનના સમાચારપત્ર ડૉનના જણાવ્યા પ્રમાણે કેરી પાકિસ્તાન ના આવવુ અને જળવાયુ પરિવર્તન પર શિખર સમ્મેલનમાં ઈમરાન ખાનને આમંત્રણ નહીં આપવાથી અનેક લોકોના ભવા તણાયા છે. લોકોનું માનવું છે કે, આ બાબત પાકિસ્તાન માટે મોટો ઝાટકો છે. દક્ષિણ એશિયાઈ બાબતોના અમેરિકી નિષ્ણાંત માઈક કુગેલમેને કહ્યું હતું કે, પહેલા પાકિસ્તાને વ્હાઈત હાઉસ ના વૈશ્વિક જળવાયુ પરિવર્તન શિખર સમ્મેલનમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું. હવે અમેરિકાના જળવાયૂ દૂત જોન કેરી ચર્ચા માટે ભારત અને બાંગ્લાદેશ જઈ રહ્યાં છે.

જાણકારી પ્રમાણે જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા માટે 1 થી 9 એપ્રિલ સુધી ભારત, બાંગ્લાદેશ અને યૂએઈના પ્રવાસે આવશે. અત્યાર સુધી ભારતની મુલાકાતે આવતા પહેલા હંમેશા પાકિસ્તાન જનારા અમેરિકાએ આ વખતે પાકિસ્તાનને ખુણામાં બેસાડી દીધું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 22-23 એપ્રિલ દરમિયાન જળવાયુ પરિવર્તન પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા આયોજીત નેતાઓના શિખર સમ્મેલન અને આ વર્ષના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સમ્મેલન પહેલા કોરી આ મુદ્દે ચર્ચા વિચારણા માટે આ દેશોની મુલાકાત કરશે. કેરીએ ટ્વિટ કર્યું છે કે, જળવાયુ સંકટનો સામનો કરવા માટે અમીરાત, ભારત અને બાંગ્લાદેશમાં મિત્રો સાથે સાર્થક ચર્ચાને લઈને ખુબ જ ઉત્સાહિત છું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!