પોતાના બોયફ્રેન્ડ બાદ હવે આ અભિનેત્રી આવી કોરોના પોઝિટીવ :

- Advertisement -
Share

કોરોનાના વધતા આંકડા ફરી એકવાર ડરાવવા લાગ્યા છે. રોજ કોરોનાના ઢગલો કેસ સામે આવી રહ્યા છે. બોલીવુડની પણ અનેક હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. કાર્તિક આર્યન, રણબીર કપૂર, મનોજ બાજપેયી, આમિર ખાન, તારા સુતરિયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ. આ વાતની જાણકારી ખુદ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી.

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે હેલો હું કોરોના સંક્રમિત થઈ છું. હું ઘર પર જ છું અને મે પોતાની જાતને ક્વોરન્ટિન કરી છે. ડોક્ટરોના નિર્દેશ પર તમામ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. તમારા બધાનો ખ્યાલ રાખો.

અત્રે જણાવવાનું કે આલિયા ભટ્ટ અગાઉ તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે. રણબીર 9 માર્ચના રોજ કોવિડથી સંક્રમિત થયો હતો. ત્યારબાદ તે ક્વોરન્ટિન હતો. જો કે રણબીરનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે અને તે કામ પર પાછો ફર્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!