જેઠાલાલ અને અમિતાભે પરિવાર સાથે લીધી કોરોનાની રસી, અનુભવ શેર કરતાં આપ્યો ખાસ સંદેશ :

- Advertisement -
Share

કોરોનાના વધતા કેસની વચ્ચે મહાનાયક અમિતાભ બચ્ચનએ પણ કોરોનાની રસી લઇ લીધી છે. સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી ફેન્સની વચ્ચે શેર કરીને પોતાની તબિયતને લઇ વિસ્તારથી કહ્યું છે. અમિતાભે કહ્યું કે તેમના પરિવારે પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે.

અમિતાભે બ્લોગ દ્વારા અનુભવ શેર કરતાં કહ્યું કે ગઇકાલે પરિવારની સાથે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. રિઝલ્ટ પણ આવી ગયું. બધા નેગેટિવ છીએ. આથી રસી લઇ લીધી. માત્ર અભિષેકને છોડીને બધાએ રસી લઇ લીધી છે. તે અત્યારે બહાર છે, તે પણ ટૂંક સમયમાં લઇ લેશે. અમિતાભનું આ ટ્વીટ વાયરલ થઇ ગયું છે.

તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાના શાનદાર અભિનયથી તમામના દિલ જીતનાર એકટર દિલીપ જોશીએ પણ કોરોનાની રસી લઇ લીધી છે. એકટરે ગુરૂવારે પોતાની પત્ની સાથે કોરોનાની રસી લીધી છે. સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ જ શેર કર્યો નહીં પરંતુ ફેન્સને એક ખાસ અપીલ પણ કરી દીધી છે.

દિલીપ જોશીએ સોશિયલ મીડિાય પર લખ્યું કે અસલી મજા બધાની સાથે આવે છે. મારા પત્ની અને મેં કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે. જો તમે પણ કોરોનાની રસી લગાવા માટે ક્વોલિફાઇ છો તો ચોક્કસ વેક્સીનેશન કરાવી લો. હોલી સ્પિરિટ હોસ્પિટલનો ખાસ આભાર જેમણે વેક્સીનેશનનો અનુભવ સારો કરાવી દીધો. સોશિયલ મીડિયા પર દિલીપ જોશીની આ પોસ્ટ વાયરલ થઇ ગઇ છે અને તમામ ફેન્સ તેમને શુભકામના પાઠવતા દેખાઇ રહ્યા છે.

દિલીપ જોશી, અમિતાભ બચ્ચન સિવાય ધર્મેન્દ્ર, સતીશ શાહ, જોની લીવર, જીતેન્દ્ર, હેમા માલિની, સલમાન ખાન જેવા દિગ્ગજોને કોરોનાની રસી લાગી ચૂકી છે. તમામ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર પણ કરી રહ્યા છે અને દેશના બીજા નાગિરકોને પણ પોતાની જવાબદારી નિર્વાહ કરવાની અપીલ પણ કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!