કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં 10 વર્ષથી નાના 15,500 સંક્રમિત

- Advertisement -
Share

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ફર્સ્ટ વેવની સરખામણીમાં સેકન્ડ વેવમાં સંક્રમિત થનારાં બાળકો અને સગીરોની સંખ્યામાં મોટો ઉછાળો થયો છે. માર્ચ મહિનાથી રાજ્યમાં શરૂ થયેલા કોરોનાના સેકન્ડ વેવમાં નોંધાયેલા 6 લાખથી વધુ કેસમાં 10 વર્ષથી નાના 15,500 બાળકો અને 11થી 20 વર્ષના 55,000થી વધુ સગીરો સંક્રમિત થયાં છે. મહારાષ્ટ્રના કુલ પોઝિટિવ કેસમાં બાળકોના કેસ 10 ટકા છે.

મહારાષ્ટ્રમાં 10 વર્ષથી નાના 2000 જાન્યુઆરીમાં અને 2700 બાળકો ફેબ્રુઆરીમાં સંક્રમિત થયાં હતાં. માર્ચ મહિનામાં આ આકડો 15,500 પહોંચી ગયો છે. 11-20ના સગીરોના કેસ 40,000થી વધુ નોંધાયા છે. છેલ્લા એક વર્ષમાં મહારાષ્ટ્રમાં 87,000થી વધુ 10 વર્ષથી નાના બાળકો અને 1.82 લાખથી વધુ 11-20 વર્ષના સગીરો કોરોનાથી સંક્રમિત થયાં છે. ડોંક્ટરોનું કહેવું છે કે છેલ્લા 6 સપ્તાહમાં બાળકોનાં સંક્રમણમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. પુખ્તોની સાથે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. માતા-પિતા પોતાના બાળકોને સંક્રમિત કરી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં સેકન્ડ વેવના કુલ કેસમાં ટકાવારી :

= 10 ટકા – 11થી 20 વર્ષનાં સગીરો
= 17 ટકા – 21થી 30 વર્ષના યુવાનો
= 22 ટકા – 31થી 40 વર્ષના લોકો
= 18 ટકા – 41થી 50 વર્ષના લોકો

માર્ચમાં બાળકોમાં સંક્રમણ :

15,500 – 10 વર્ષથી નાના બાળકો
40,000થી વધુ – 11-20 વર્ષનાં સગીરો
87,000 – 1 વર્ષમાં 10 વર્ષથી નાના બાળકો
1.82 લાખ – 1 વર્ષમાં 11-20નાં સગીરો

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!