પશ્ચિમ બંગાળ અને અસમમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, બધાની નજર અધિકારી મમતા પર :

- Advertisement -
Share

પશ્ચિમ બંગાળ અને અસમમાં બીજા તબક્કા માટે વિધાનસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. બંગાળમાં 4 જીલ્લાની 30 વિધાનસભા બેઠકો પર તો અસમના 13 જીલ્લાની 39 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ અગાઉ પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે 30 બેઠકો પર અને અસમમાં 47 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું.

તબક્કાનું મતદાન શરૂ થયું છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને અપીલ કરી છે કે રેકૉર્ડ નંબરમાં મતદાન કરે. પીએમએ ટ્વિટ કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે

પશ્ચિમ બંગાળ ચૂંટણીની સૌથી ચર્ચિત નંદીગ્રામ બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. આ બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારીઓ વચ્ચે જંગ છે. ચૂંટણી પ્રચાર શરૂ થયા પછીથી આ બેઠક પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં TMC અને ભાજપના દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. પશ્ચિમ બંગાળમાં બીજા બંગાળમાં 75,94,549 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 171 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ઉમેદવારોમાં 152 પુરુષો છે જ્યારે 19 મહિલા ઉમેદવારો છે. બીજી તરફ અસમમાં 345 ઉમેદવારોનું ભવિષ્ય ગુરુવારે ઈવીએમમાં કેદ થઈ જશે. તેમાં 26 મહિલા ઉમેદવારો છે.

મમતા માટે આ બેઠક તેમના આત્મસન્માનની વાત છે, તો શુભેંદુ અધિકારીએ મમતાને 50 હજાર મતોથી હરાવવાનો દાવો કર્યો છે. શુભેંદુએ કહ્યું છે કે જો તેઓ મમતાને પરાજિત નહીં કરી શકે તો તેઓ રાજકારણ છોડી દેશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ TMC છોડીને ભાજપમાં જોડાયા હતા. હાઈપ્રોફાઈલ બેઠક હોવાને કારણે નંદીગ્રામમાં હિંસાની સંભાવનાઓ પણ વધારે છે, તેથી અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!