ટેલિગ્રામના આ જબરદસ્ત ફીચર્સ વિશે તમે નહીં જાણતા હોય, બીજી એપમાં નહીં મળે આ સુવિધા

- Advertisement -
Share

ભારતમાં ટેલિગ્રામ યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. વોટ્સએપની નવી પ્રાઈવેટ પોલીસી વિવાદમાં છે અને લોકો તેનો વિકલ્પ શોધી રહ્યા છે. એવામાં આ એપ લોકોની પસંદ બની રહી છે. આજે અમે તમને ટેલિગ્રામના કેટલાક એવા ફીચર્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે તમારે એક્સપિરિયંસ શાનદાર બનાવી શકો છો.

ટેલીગ્રામમાં તમે તમારા સમય અનુસાર મેસેજને શિડ્યૂલ કરી શકો છો. સરળ ભાષામાં વાત કરીએ તો તમે તમારા મેસેજને એક ચોક્કસ સમય માટે સેટ કરી શકો છો. આ સમય પર તમારો મેસેજ ઓટોમેટિક રીતે સેન્ડ થઈ જશે. આ ઉપરાંત તમે ટેલીગ્રામમાં તમે મોકલેલા મેસેજને એડિટ કરી શકો છો. આ સુવિધા એન્ય એપમાં મળથી નથી.

ટેલીગ્રામ તમને અનલિમિટેડ ક્લાઉડ સ્ટોરેજની સુવિધા પ્રદાન કરે છે. તેના માધ્યમથી તમે તમારા ડેટાને ક્લાઉડ પર શેર કરી શકો છો. આ ઉપરાંત તમે ટેલીગ્રામ પર 1.5GB સુધીની ફાઈલ શેર કરી શકો છો. આ ફીચર તમારી પ્રોફેશનલ લાઈફમાં ઘણુ મહત્વનું સાબિત થઈ શકે છે.

ટેલીગ્રામ યૂઝર્સ પોતાના નજીકના કોન્ટેક્ટને લોકેટ કરી શકે છે. તેનાથી તમે બહુ જલદી ટેલીગ્રામના માધ્યમથી કનેક્ટ થઈ શકો છો. આ એપનું આ ફિચર જબરજસ્ત છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!