વેક્સીન લીધા બાદ પણ લોકોને કેમ થઈ રહ્યો છે કોરોના? નિષ્ણાંતોએ જણાવ્યું સાચુ કારણ :

- Advertisement -
Share

18 માર્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ચીનની કંપની સિનોફાર્મા દ્બારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. 20 તારીખે જ ટેસ્ટ કરવામાં આવતા ઈમરાન ખાન કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતાં. ચીની વેક્સીનને લઈને અનેક સવાલ ઉભા થયા હતાં. ઈમરાનની માફક જુદી જુદી વેક્સીન લીધા બાદ દુનિયાભરમાં અનેક લોકો કોરોના પોઝિટિવ જણાઈ જ આવ્યા હતાં.

પરેશ રાવલે પણ કોરોના રસી લીધી હતી છતાં કોરોના પોઝિટિવ થયા. ત્યારે આવામાં સવાલ એ થાય કે શું કોરોના રસી નિષ્ફળ ગઈ? કોરોના રસી લીધા બાદ પણ કોરોના થવો શક્ય છે ખરા? રસી લીધા પછી કોરોના થાય ખરો તો જવાબ છે હા. રસીકરણ બાદ પણ કોરોનાની ચુંગલમાં સપડાવવાની આશંકા છે. હવે જ્યારે દુનિયાભરમાં અનેક લોકોને રસી આપવામાં આવી છે તો આવા કેસ આવવા નોર્મલ છે.

આવું કેમ થાય છે અને શું તે રસીકરણની નિષ્ફળતા ગણાય ખરી? કોરોના રસીકરણ બાદ જો કોરોના ઈન્ફેક્શનના કેસ સામે આવે તો તેને “બ્રેકથ્રુ કેસ” કહેવાય છે. પરંતુ આ માટે એક શરત એ છે કે તેમાં ઈન્ફેક્શન બંને રસી લીધાના ઓછામાં ઓછા 14 દિવસ બાદ થવું જોઈએ.

ફોર્બ્સમાં લખેલા કોલમમાં વૈજ્ઞાનિક વિલિયમ એ હેસેલ્ટાઈને ઈઝરાયેલના રિસર્ચનો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે નોર્મલ અને રસીનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકોના પહેલા 12 દિવસમાં સંક્રમિત થવાની સમાન સંભાવના હતી. એટલે સુધી કે 17 દિવસ બાદ પણ રસી લેનારા 60 થી 80 ટકા લોકોના કોરોના સંક્રમિત થવાની આશંકા રહે છે. બ્લુમબર્ગના ફાર્મા ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ સેમ ફાઝલીએ કહ્યું હતું કે, એક રસી હતી જે વાયરસ વિરુદ્ધ 100 ટકા ઈમ્યુનિટી પેદા કરતી હતી. આ એટલી સારી હતી કે તેણે અછબડાના વાયરસને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો. પરંતુ આવી સ્ટરીલાઈઝિંગ ઈમ્યુનિટી કે જે માત્ર બીમારીને જ નહીં પરંતુ સંક્રમણને પણ સંપૂર્ણ રીતે રોકે તે મળવી દુર્લભ છે.

જોકે આ મામલે એક મહત્વની તારણ સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, એક ટ્રેનરની માફક હોય છે. રોગના જીવાણો સામે લડવા તમારા ઈમ્યૂન સિસ્ટમને ટ્રેંડ કરવા માટે અનેક અઠવાડિયાની જરૂર પડે છે. જ્હોન હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના અમેશ એ અદલજાએ કહ્યું કે રસી માટે એક સમયમર્યાદા જરૂરી છે કારણ કે તમારા શરીરને SARS-CoV-2થી રોકવા માટે એન્ટીબોડી ડેવલપ કરવા માટે પૂરતો સમય મળવો જોઈએ.

કોરોના વાયરસને લઈને વૈજ્ઞાનિકોને 50 ટકા પ્રભાવી રસી મળવાની આશા હતી. સદભાગ્યે તમામ સ્વીકૃત રસીનો પ્રભાવી દર 95 ટકા જેટલો નીકળ્યો. આમ છતાં સૌથી સારી રસી પણ તમને ગેરન્ટી ન આપે કે તમે બીમાર નહીં પડો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!