વન-ડેમાં વિરાટ કોહલી પ્રથમ ક્રમે, બુમરાહની પીછેહઠ

- Advertisement -
Share

ભારતીય સુકાની વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે બેટ્સમેનોની યાદીમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ પેસ બોલર જસપ્રીત બુમરાહ એક ક્રમાંક પાછળ સરકીને ચોથા ક્રમે પહોંચી ગયો છે. કોહલીએ ઇંગ્લેન્ડ સામેની પહેલી અને બીજી વન-ડેમાં અનુક્રમે 56 અને 66 રનની ઇનિંગ રમી હતી. બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં રમ્યો નહોતો જેના કારણે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે. ભારતની મર્યાદિત ઓવર્સની ટીમનો ઉપસુકાની રોહિત શર્મા પણ તેના ત્રીજા ક્રમે જળવાઇ રહ્યો છે. તે પાકિસ્તાનના બાબર આઝમ કરતાં એક ક્રમ પાછળ છે. લોકેશ રાહુલ 31મા ક્રમેથી 27મા સ્થાને પહોંચી ગયો છે.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પણ 4 ક્રમાંકનો ફાયદો થયો છે અને તે 24માં ક્રમે પહોંચ્યો છે. સ્ટોક્સ ઓલરાઉન્ડર્સની યાદીમાં બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોએ 796 રેટિંગ સાથે પોતાનું સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. ટી20 રેન્કિંગમાં કોહલી અને લોકેશ રાહુલ બંનેને એક ક્રમાંકનું નુકસાન થયું છે જેના કારણે બંને અનુક્રમે છઠ્ઠા અને પાંચમા ક્રમે પહોંચી ગયા છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડયા 35 અને 64 રનની ઇનિંગ રમીને બેટ્સમેનોની યાદીમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ 42મું રેન્કિંગ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. વિકેટકીપર રિષભ પંતે ટોચના 100 બેટ્સમેનોમાં પ્રવેશ કર્યો છે. પેસ બોલર ભુવનેશ્વર કુમારને પણ ફાયદો થયો છે. તેણે છેલ્લી વન-ડેમાં 3 વિકેટ ઝડપી હતી અને તેને 9 ક્રમાંકનો ફાયદો થયો છે અને તે 11માં સ્થાને પહોંચ્યો છે. 2017ના સપ્ટેમ્બર બાદ તેના 10માં ક્રમાંક બાદ આ ભુવનેશ્વરનું બેસ્ટ રેન્કિંગ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!