જાપાનના ઇતિહાસનો બીજો સૌથી મોટો વિજય, જાપાનએ મોંગોલિયાને 14-0થી હરાવીને રેકોર્ડ સર્જ્યો

- Advertisement -
Share

જાપાને વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાઇંગ મુકાબલામાં મોંગોલિયાને 14-0થી હરાવીને રેકોર્ડ સર્જ્યો હતો. જાપાનીઝ ટીમે પ્રથમ હાફમાં 5 અને બીજી હાફમાં 9 ગોલ નોંધાવ્યા હતા. જાપાનની ટીમ ગ્રૂપ-એફમાં પાંચ મેચમાં 15 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. જૂનમાં મ્યાંમાર સામે વિજય મેળવીને જાપાન એશિયન ક્વોલિફાઇંગના ત્રીજા તબક્કામાં સ્થાન નક્કી કરી લેશે.

જાપાન માટે તાકુમી મિનામિનો, યુયા ઓસાકો, દાઇચી કામાડા અને હિડેમાસા મોરિતાએ પ્રથમ હાફમાં ગોલ નોંધાવ્યા હતા. મોંગોલિયાના ડિફેન્ડર ખાશ-અર્ડેને યુયાયાએ આત્મઘાતી ગોલ કર્યો હતો. ઓસાકોએ બીજા હાફમાં ગોલની હેટ્રિક પૂરી કરી હતી અને શો ઇનાગાકી, જુનયા ઇતો અને કયોગો ફુરુહાશીએ 2 -2 ગોલ નોંધાવ્યા હતા. તાકુમા અસાનોએ એક ગોલ કર્યો હતો.

જાપાનની ટીમ સતત 7મી વખત વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે રમી રહી છે. કોરોના વાઇરસની મહામારીના કારણે 2019ના નવેમ્બર બાદે તેણે એક પણ ક્વોલિફાયર મેચ રમી નથી. જાપાને સતત 5 મેચમાં 5 વિજય હાંસલ કર્યા છે. આ મેચોમાં જાપાને કુલ 26 ગોલ નોંધાવ્યા છે અને હરીફ ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.

વર્લ્ડ રેન્કિંગમાં 190માં ક્રમાંકે રહેલી મોંગોલિયન ટીમે ગોલ કરવા માટે 2 વખત જ ગોલપોસ્ટ ઉપર નિશાન માર્યા હતા. બીજી તરફ જાપાને 34 વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જાપાનનો બીજો સૌથી મોટો વિજય છે. આ પહેલાં 1967માં ફિલિપાઇન્સ સામે જાપાને 15-0ના માર્જિનથી વિજય હાંસલ કર્યો હતો. જાપાને બીજા હાફની 11 મિનિટમાં જ 4 ગોલ નોંધાવી દીધા હતા. જોકે વર્લ્ડ કપ ક્વોલિફાયર 2021માં આ હાઇએસ્ટ માર્જિનથી વિજય મેળવ્યો હોય તેવો પ્રથમ બનાવ નથી. આ પહેલાં કેનેડાએ કેમેન ઔઆઇલેન્ડને 11-0થી રગદોળી નાખ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!