ગુજરાતના મહાનગરોમાં વધતા કોરોનાના કેસોને રોકવા લેવાયો મોટો નિર્ણય, Dy CM નીતિન પટેલે આપ્યા આદેશ :

- Advertisement -
Share

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિત 8 મહાનગરોમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે મિડિયા સમક્ષ કહ્યુ કે, વાઈરસનો ફેલાવો રોકવા, ચેપગ્રસ્તોને ઝડપથી સારવાર ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મ્યુનિસિપલ કમિશનરો, કલેક્ટરો સ્થાનિક અનુકૂળતા અનુસાર નિર્ણય લઈ શકે તેના માટે વધુ સત્તાઓ સોંપી છે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરો સહિત રાજ્યમાં મહેસાણા, સુરત, ભાવનગર, આણંદ અને ખેડા એમ કુલ 8 જિલ્લાઓમાં કોવિડ-19ના વાઈરસના ફેલાવાની ગતિ અને ચેપગ્રસ્તોની સંખ્યા વધારે હોવાનું ભારત સરકારે જાહેર કર્યુ છે.

કોરોનાના ચેપનો ફેલાવો રોકવા અગાઉ પણ સ્થાનિક વહિવટી તંત્રને અધિકારો અપાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, કલેક્ટરો અને કમિશનરા સ્થાનિક કક્ષાએ બદલાતી સ્થિતિ અનુસાર સ્વંય નિર્ણય લઈ શકે છે. નાના ગામોમાં પણ ફરજીયાત માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા અપિલ કરતા તેમણે સચિવાલયમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યાનું સ્વિકારતા ઉમેર્યુ કે, બને ત્યાં સુધી નાગરીકોએ રૂબરૂ આવવાનું ટાળવુ જોઈએ. ફોન અને ઈમેલથી કામ ચલાવે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરો સહિત રાજ્યમાં મહેસાણા, સુરત, ભાવનગર, આણંદ અને ખેડા એમ કુલ 8 જિલ્લાઓમાં કોવિડ-19ના વાઈરસના ફેલાવાની ગતિ અને ચેપગ્રસ્તોની સંખ્યા વધારે હોવાનું ભારત સરકારે જાહેર કર્યુ છે.

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ સામે વેક્સિનેશનની ધીમી ગતિની PMOએ ગંભીર નોંધ લીધી છે, રસીકરણની ગતિ વધારવા માટે CMOમાં મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથને મોરચો સંભાળ્યો છે. 45 વર્ષથી ઉપરના તમામને બે સપ્તાહમાં વેક્સીન આપવાના લક્ષ્યાંકને સિધ્ધ કરવા દરેક જિલ્લામાં કલેક્ટર, ડિડીઓ, મ્યુ.કમિશનર, ચીફ ઓફિસરથી લઈને તેમણે દોડતુ કર્યુ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!