ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં દરરોજ સૌથી હાઈએસ્ટ કેસ નોધાઈ રહ્યા છે. બીજી બાજુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આણંદના માલતાજ અને પણસોરામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1થી 15 એપ્રિલ સુધી આણંદના માલતાજ અને પણસોરામાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લાના માલતાજ અને પણસોરા ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજથી ગામમાં લોકડાઉનનો અમલ કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી બપોરના 01 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. ત્યારબાદ સમગ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. જો કે, આ અંગે નોટીસ ઇશ્યુ કરી છે અને જો તેની અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.
કોરોનાનું સંક્રમણ વધતા 15 દિવસ લૉકડાઉન જાહેર થતાં લોકોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણય પ્રમાણે આવશ્યક ચીજવસ્તુ ખરીદવા માટે લોકોને એક વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. બપોરે એક વાગ્યા બાદ સંપૂર્ણ દુકાનો બંધ રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના મલાતજ અને પણસોરા ગામે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને જો આ લોકડાઉનનો અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ નોટીસ જાહેર કરવામાં આવી છે.
From – Banaskantha Update