બોલિવુડના અભિનેતા અનુપમ ખેરના પત્ની અને ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢથી સાંસદ કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત છે. તેમની છેલ્લાં 4 મહિનાથી કોકિલાબહેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 68 વર્ષના બોલિવુડ અભિનેત્રી મલ્ટીપલ માઇલોમાથી પીડિત છે જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે.
કિરણ ખેરના સાથી અને ભાજપ ચંદીગઢના મેમ્બર અરૂણ સૂદે બુધવારના રોજ એક સ્પેશ્યલ પ્રેસ કોન્ફરન્સમાં કિરણની બીમારી અંગે ખુલાસો કર્યો. સૂદે કહ્યું કે કિરણ ખેર ગયા વર્ષથી પોતાની સારવાર કરાવી રહ્યા છે અને અત્યારે રિકવરીની રાહ પર છે.
સૂદે કહ્યું કે ગયા વર્ષે 11મી નવેમ્બરના રોજ તેમને પોતાના ચંદીગઢવાળા ઘરમાં હાથમાં ફ્રેકચર થયું હતું. ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સારવાર દરમ્યાન તેમાં મલ્ટીપલ માઇલોમાની શરૂઆતના લક્ષણ જોવા મળ્યા. ત્યારબાદ તેમને 4 ડિસેમ્બર 2020ના રોજ મુંબઇ સારવાર માટે એરલિફ્ટ કરાયા. ત્યારથી તેમની સતત સારવાર ચાલી રહી છે.
અરૂણ સૂદે આગળ કહ્યું કે આમ તો કિરણ ખેર છેલ્લાં 4 મહિનાથી પોતાની સારવાર કરાવી રહ્યા છે અને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ નથી પરંતુ તેમને દરરોજ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ જવું પડે છે.
આપને જણાવી દઇએ કે કિરણ ખેરને લઇ પાર્ટીએ હેલ્થ અપડેટ પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ આપી. કિરણ ખેર લાંબા સમયથી ચંદીગઢથી ગાયબ હતા એવામાં વિપક્ષ તેના પર પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. સૂદે કહ્યું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધી કિરણ ચંદીગઢમાં જ હતા અને તેમને બીમારીને જોતા બહાર ના નીકળવાની સલાહ મળી હતી.
From – Banaskantha Update