આ કામના ફરીયાદી રાકેશભાઇ બાબુભાઇ રાજપુત, રહે.સ્વાદ કવાર્ટર, હરણી રોડ, વડોદરાનાઓ અગાઉ દારૂનો ધંધો કરતા હોય અને જે દારૂનો ધંધો ચાલુ રાખવા માટે આ કામના આક્ષેપિત જમાદાર જગદીશભાઇ નાઓએ ફરીયાદી પાસે રૂા.20,000/- ની લાંચની માંગણી કરેલી.
જે લાંચની રકમ રૂા.20,000/- ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે તા.29/03/2021ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપી જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયાએ ફરીયાદી પાસેથી રૂા.20,000/- માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ ગયા હતા.
આરોપીએ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી લાંચ લેવાનો ગુન્હો કરતા તેમની સામે ACB એ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી.
ટ્રેપ સ્થળ: મોજે.સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની સામે, વડોદરા
આરોપી :- જગદીશ કરશનભાઇ ગુડલીયા, અ.હે.કો., વર્ગ-3, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા, મુળ રહે.બલાળા, તા.ચુડા, જી.સુરેન્દ્રનગર.
ટ્રેપ કરનાર અધિકારી :-
ડી.જી. રબારી, પો.ઇ., છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.
સુપર વિઝન અધિકારી :-
કે.વી. લાકોડ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા
From – Banaskantha Update