ગુજરાતનું એક એવું ગામ જ્યાં ડરના માર્યા 207 વર્ષથી નથી ઉજવાયો હોળીનો તહેવાર
આપણે ત્યાં કહેવત છે કે, ‘હોળી આવી, તહેવારો લાવી.’ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી હોળી મનાવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં આજે પણ લોકો હોળી ના નામથી ધ્રુજી ઉઠે છે અને ૨૦૦ વર્ષથી હોળીના તહેવારની ઉજવણી કરતા ડરી રહ્યા છે ત્યારે શા માટે આ ગામમાં હોળીનો તહેવાર નથી ઉજવાતો જો અમારા આ ખાસ અહેવાલમાં ?…
ખાસ કરીને હોળીનો તહેવાર સૌથી વધારે રાજસ્થાનમાં ઉજવાય છે, ત્યારે ગુજરાત રાજસ્થાન વોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું એક એવું ગામ છે કે, જ્યાં આજે પણ હોળીનો તહેવાર મનાવવામાં આવતો નથી. આ ગામમાં હોળીનો દિવસ માતમમાં ફેરવાઈ જાય છે.
હોળીનો તહેવાર આમ તો ખાસ કરી રાજસ્થાનનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી લોકો ગુજરાતમાં જ હોળીના તહેવારની ઉજવણી કરે છે. જેથી તેમની સાથે ગુજરાતના લોકો પણ હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરે છે, પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરીશું, જ્યાં 200 વર્ષોથી હોળી ઉજવવામાં આવતી નથી, ત્યારે આ ગામનો ઇતિહાસ આપણે જાણીશું…આ છે ડીસા તાલુકાનું રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ ૧૦ હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે ત્યાર બાદ હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં, ત્યારબાદ ફરી બે વાર ફરી હોળી મનાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આખું ગામ આગની લપેટમાં આવી ગયું હતું. બાદમાં આ ગામના લોકોએ ભેગા થઈ હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો , અને ત્યાર થી આજ સુધી રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી .
રામસણ ગામમાં સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી અને ગામના તમામ લોકો વડીલોના આ નિર્ણયને બિરદાવે છે.જો કે અહીં હોળીના દિવસે લાગી જતી આગ પાછળની કહાની જાણીએ, તો ગામલોકો ના જણાવ્યા અનુસાર રામસણ ગામની દંતકથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાના સમયમાં આ ગામમાં હોળીના દિવસે ઋષિમુનિ અહીંના રાજા પર કોપાયમાન થઈને શ્રાપ આપેલો કે, જ્યારે-જ્યારે આ ગામમાં હોળીના તહેવાર મનાવવામાં આવશે ત્યારે-ત્યારે હોળીની આગ આખા ગામને લપેટમાં લેશે. આ શ્રાપ બાદ જ્યારે જ્યારે આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી છે, ત્યારે ગામમાં ભયંકર આગ લાગી છે. ઋષિ મુનિના શ્રાપને યાદ રાખી આ ગામના લોકોએ નક્કી કર્યું કે, આજ પછી આ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં નહીં આવે. આ વાતને 200 વર્ષ જેટલો સમય થયો, પરંતુ આજ દિન સુધી આ ગામમાં આજે પણ હોળી પ્રગટાવવામાં આવતી નથી.
વર્ષો પહેલા શ્રાપ ના કારણે જે હોળી પ્રગટાવવાની સાથે જ જે ગામ માં અગ લાગી હતી અને ગામ ભસ્મીભૂત થઈ ગયું હતું તેના પુરાવા આજે પણ ગામમાં મળી આવે ચેજયરે ઓણ કોઈ ખોદકામ થાય ત્યારે જમીનમાંથી કોલસા કે રાખ આજે પણ જોવા મળે છે જેથી ગામના વડવાઓએ કહેલી વાત ને આજે ગામના યુવાનો અને લોકો મણિ હોળી ની ઉજવણી કરતા નથી , તો વળી કોઈ નવી પેઢી ના યુવાનો જો હોળી ઉજવવાની વાત કરે છે તો વડીલો આજે પણ એ હોનારત ને યાદ કરતા ધ્રુજી ઉઠે છે .
ગામની શાળામાં ભણતા બાળકો પણ હોળી વિશેના પાઠ તો ભણ્યા છ એપરંતુ હોળી શુ છે અને કઈ રીતે તેની ઉજવણી થાય તે તેઓ ઓણ જાણતા નથી , તો બાળકો પણ આ ગામમાં હોળી શરૂ થાય તેવી ઈચ્છી રહ્યા છે .
રામસણ ગામમાં હોળી તો પ્રગટાવવામાં આવતી નથી પરંતુ અહીં હોળી ના દિવસ સાંજે ગામના તમામ લોકો ભેગા મળી મંદિરમાં નારિયેળ મૂકી, બાળકોને ભગવાનના દર્શન કરાવવામાં આવે છે. તેમજ વર્ષો પહેલાની વડીલોની પરંપરા આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે.
ઋષિ ના શ્રાપ ના કારણે આ ગામમાં આજે પણ હોળી જેવા પવિત્ર પર્વ ને ગ્રામજનો અશુભ માની રહ્યા છે , અને હોળી ના દિવસે હોળી પ્રગટાવવાની જગ્યાએ મંદિર મ નાળિયર મૂકી દર્શન કરી પ્રસાદી વહેંચી આ પર્વ ની ઉજવણી કરે છે