ડીસા તાલુકા પંચાયત કચેરીમાં શનિવારે તાલુકા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહીત વિકાસ અધિકારી બી.ડી સોલંકી તથા ડીસા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન તથા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલા તમામ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાની ગાઇડ લાઇનનો અમલ કરી ઘારસભ્ય સહિત તાલુકાના સદસયો સૌ સભ્યો માસ્ક પહેરીને સોશિઅલ ડીસ્ટનસ જાળવી બજેટસત્રમાં હાજરી આપી હતી.
આજે યોજાયેલી બજેટ લક્ષી બેઠકમાં સર્વનિમિત્તે મંજુર કરવામાં આવ્યું હતું જેમાં 29 કરોડ 18લાખ 94 હજાર 442નું વિકાસલક્ષી બજેટ કારોબારી સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
જે બજેટ અંતગર્ત ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સી.સી, રોડ રસ્ત, પાણી, લાઇટ, આંગણવાડી કેન્દ્રો જેવા અનેક વિકાસના કામો કરવાની ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા હૈયાધારણ આપી હતી.

આજની યોજાયેલી બજેટ અંતગર્ત બેઠકમાં કોંગ્રેસ વિરોધપક્ષની ભુમિકા ભજવી હતી અને કેટલાક અટકેલા વિકાસના કામો કરવાની રજુઆત કરવામાં આવી હતી.
From – Banaskantha Update